ખરેખર આ મોદીજી જ કરી શકે !! માતાને મુખાગ્નિ આપ્યા બાદ PM મોદી કરશે આ મોટું કામ, જાણશો તો સલામ કરશો

માતાના શોકમાં ડૂબેલા PM મોદીએ એટલો મોટો નિર્ણય લીધો કે કહેશો દીકરો હોય તો આવો

આજે વહેલી સવારે આખા દેશ માટે એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. એઓ 100 વર્ષના હતા. તાજેતરમાં તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોદીજી પણ દિલ્હીથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને ત્યાં માતાને અંતિમ દર્શન કર્યા. માતાની અર્થીને કાંધ આપ્યા બાદ પરિવાર સાથે એમ્બ્યુલન્સમાં બેસીને ગાંધી નગરના સેક્ટર 30ના સ્મશાનભૂમિ પહોંચ્યા.

ત્યારે એક મા પ્રત્યેનું પોતાનું કર્તવ નિભાવ્યા બાદ પીએમ મોદી દેશની સેવા કરવા માટે અગ્રેસર જોવા મળ્યા. તેમને માતાને મુખાગ્નિ આપ્યા બાદ PMO દ્વારા એક ટ્વિટ કરી છે જેમાં તેમને એક સંદેશ પણ આપ્યો છે. ટ્વીટમાં જાણકારી આપવામાં આવી છે કે વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળમાં તેમના નિર્ધારતી કાર્યક્રમમાં વીડિયો કોન્ફરસીંગ દ્વારા જોડાશે.  આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હાલ આવી રહેલી ખબર અનુસાર ગાંધીનગરના એકે સ્મશાનમાં માતા હીરાબેન મોદીના અંતિમ સંસ્કાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન જવા રવાના થયા છે. અહીંથી તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંગાળમાં આયોજિત સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાનને તેમની માતા સાથે ગાઢ સંબંધ હતો. માતૃશ્રીના નિધન બાદ પીએમ મોદી પણ શોકમાં ડૂબી ગયા છે.

આ દરમિયાન પીએમ મોદીના પરિવારનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમને કહ્યું કે, “દુ:ખની ઘડીમાં તમારી પ્રાર્થનાઓ માટે આભાર, આપ સૌને વિનમ્ર પ્રાર્થના કે દિવંગત આત્માને પોતાના વિચારોમાં રાખો અને પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અને પ્રતિબદ્ધતાઓને યથાવત્ રાખો, આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે.”

આજે વહેલી સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબાનું 100 વર્ષની ઉંમરમાં નિધન થયું. જેના બાદ વહેલી સવારે જ પીએમ મોદી માતાના અંતિમ દર્શન અને તેમની અંતિમ વિધિ માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને ત્યાંથી તેમના ભાઈ પંકજ મોદીના ઘરે આવી માતાના પાર્થિવ દેહ પાસે દંડવત પ્રણામ કર્યા હતા.

જેના બાદ પીએમ મોદીએ તેમના ભાઈઓ સાથે માતાની અર્થીને કાંધ પણ આપી હતી. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. જ્યાં પણ ઘણા રાજકીય નેતાઓ ઉપસ્થિતિ રહ્યા અને પીએમ મોદીએ પુત્ર ધર્મ નિભાવતા માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી.

હીરાબાનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન થયા બાદ પીએમ મોદી રાજધર્મ નિભાવવા માટે પણ નીકળી ગયા. તેમને પશ્ચિમ બંગાળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી અને રાષ્ટ્રને સમર્પિત કરી. આ વંદે ભારત ટ્રેન 1 જાન્યુઆરીથી બંગાળના હાવડાથી ન્યૂ જલપાઈગુડી રૂટ સુધી જશે.

વંદે ભારતને લીલી ઝંડી ફરકાવ્યા બાદ પીએમ મોદીએ પોતાનું સંબોધન પણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોકો મળ્યો છે. બંગાળના દરેક કણમાં આઝાદીનો ઈતિહાસ જડાયેલો છે. જે ભૂમિ પરથી ‘વંદે માતરમ’નો નારા લગાવવામાં આવ્યો હતો, ત્યાંથી ‘વંદે ભારત’ને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ આગળ એમ પણ કહ્યું કે, “આજે મારે તમને બધાને મળવાનું હતું, પરંતુ અંગત કારણોસર હું તમારી વચ્ચે આવી શક્યો નથી. હું આ માટે માફી માંગુ છું. દેશની આઝાદીના ‘અમૃત મહોત્સવ’માં દેશે 475 ‘વંદે ભારત ટ્રેન’ શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો. આજે આમાંથી એક ‘વંદે ભારત’ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી શરૂ થઇ છે.”

તેઓ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં જોડાયા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું, મારી સંવેદના તમારી સાથે છે. તમારા દુઃખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ હોઈ શકે નહીં. મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ ટુંકાવવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. આરામ કરો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાવડાથી ન્યૂ જલપાઈગુડી સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ કોલકાતાના નવા મેટ્રો રૂટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘મારે આજે બંગાળ આવવું હતું. અંગત કારણોસર હું બંગાળ આવી શક્યો નથી. બંગાળ ન આવવા બદલ હું માફી માંગુ છું.

ઈતિહાસમાં 30 ડિસેમ્બરનું ઘણું મહત્વ છે. 1943માં આ દિવસે નેતાજીએ આંદામાનમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. બંગાળને આજે વંદે ભારત મળ્યું છે. આજે વંદે માતરમના નાદ આપનારી ધરતી પરથી વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અમે 475 વંદે ભારત ટ્રેનો ચલાવવાનું લક્ષ્ય રાખ્યું છે. દેશના વિકાસ માટે રેલવેનો વિકાસ જરૂરી છે. અમે રેલવેને કાયાકલ્પ કરવા માટે દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છીએ.

Niraj Patel