પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે. તેમણે પોતાના છ વર્ષના જીવનકાળમાં ભારતની છબીને પુરી દુનિયામાં મજબૂતી પ્રદાન કરવાની સાથે સાથે દેશ અને દુનિયાના લોકોને સ્વસ્થ રહેવા માટેની શીખ પણ આપી છે.
મોટાભાગે લોકોના મનમાં એવો વિચાર આવતો હશે કે આખરે મોદીજી કેવી રીતે પોતાને એકદમ ફ્રેશ રાખીને દિવસ રાતની ભાગદોડ કરી લે છે. આ સવાલનો જવાબ તેની રોજની ખાણી-પીણીમાં છુપાયેલો છે. જણાવી દઈએ કે મોદીજી વર્ષ 2014 માં જ્યારે અમેરિકા ગયા હતા, ત્યારે પણ તેના ડાઈટ પ્લાન વિશે જાણીને અમેરિકાના લોકો પણ હેરાન રહી ગયા હતા. એવામાં મોદીજીના જન્મદિવસના મૌકા પર આજે અમે તમને મોદીજીની તંદુરસ્તી વિશે જણાવીશું.
1. નવ દિવસ ખાધા વગર રાખે છે ઉપવાસ:
નવરાત્રીમાં નવે નવ દિવસ મોદીજી ઉપવાસ રાખે છે. ઉપવાસના દરમિયાન મોદીજી દિવસમાં માત્ર સાદું પાણી અને લીંબુ પાણી પીવે છે. માત્ર સાંજના સમયે લીંબુ પાણીની સાથે ફળ લે છે. પુરા દિવસ ઉપવાસ કરવા છતાં પણ મોદીજી એકદમ ફ્રેશ રહે છે અને પોતાના કામ-કાજમાં મસ્ત રહે છે.
2. ઉપવાસમાં વધારે કામ કરે છે મોદીજી:
સામાન્ય દિવસોમાં મોદીજી સવારે પાંચ વાગે ઉઠે છે જ્યારે ઉપવાસના સમયે તે ચાર વાગ્યે જ ઉઠી જાય છે. સવારની શરૂઆત માં દુર્ગાની પૂજાની સાથે કરે છે. ઉપવાસમાં પણ તે નિયમીત યોગા કરે છે. બાકીના દિવસોની તુલનામાં મોદીજી ઉપવાસના દિવસોમાં વધારે કામ કરે છે.
3. ટીચર્સ ડે પર બાળકીએ મોદીજીને પૂછ્યો હતો આવો સવાલ:
View this post on Instagram
ટીચર્સ ડે ના મૌકા પર જ્યારે મોદીજી સ્કૂલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે એક બાળકીએ તેમને સવાલ કર્યો કે નવરાત્રીમાં કેવી રીતે મોદીજી આટલો કઠોર ઉપવાસ કરવા છતાં પણ તેને આટલી ઉર્જા મળે છે અને કામ-કાજ કરે છે. તેના પર મોદીજીએ કહ્યું કે ઉપવાસ તેને આગળના ઘણા વર્ષોથી તાકાત અને શક્તિ પ્રદાન કરે છે.
4. જ્યારે મોદીજીના ઉપવાસથી હેરાન રહી ગયા ઓબામા:

નવરાત્રીના સમયમાં 2014 માં મોદીજી અમેરિકા ગયા હતા તે સમયે ઓબામાએ મોદીજીના સન્માનમાં શાનદાર જમણવારનું આયોજન કર્યું હતું પણ તે સમયે મોદીજી ઉપવાસ પર હતા માટે તેમણે માત્ર લીંબુ પાણી જ પીધું હતું. એવામાં ઓબામાને જ્યારે મોદીજીના આવા કઠોર ઉપવાસની જાણ થઇ તો તે પણ હેરાન રહી ગયા હતા.
5. ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે મોદીજી:
મોદીજી નિયમત ચાલવાનું રાખે છે અને યોગા કરતા રહે છે. આ સિવાય તેનું ભોજન પણ સીમિત અને પૌષ્ટિક હોય છે. કામકાજને લિધે મોદીજીને આરામ કરવા માટે પૂરતો સમય નથી મળતો તેની ખોટ તે યોગા કરીને પુરી કરી લે છે.
6. ઉપવાસ પછી કરે છે શાસ્ત્ર પૂજન:

મોદીજી આગળના 40 કરતા પણ વધારે વર્ષોથી નવરાત્રીમાં ઉપવાસ કરે છે. આ સમયે તે સમય કાઢીને પૂજા-પાઠ પણ કરે છે. નવમા દિવસે ઉપવાસ પૂર્ણ થયા પછી દશેરાના દિવસે મોદીજી હીન્દુ માન્યતાઓના આધારે શસ્ત્ર પૂજન પણ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks