ખબર

કોરોના હવે ઘૂંટણિયે પડી જશે? લોકડાઉનને લઇને નરેન્દ્ર મોદી શું બોલ્યા? જાણો

છેલ્લા ૨ અઠવાડિયાથી ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે એ જોતા જ PM નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ સમયે કોવિડ વિકરાળ સ્વરૂપને લઈને અને વેક્સિનેશન પર ચર્ચા થઈ. મીટિંગ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોરોનાના કેસો ફરીવાર વધી રહ્યા છે. આવામાં તાત્કાલિક ઉપાય જરૂરી થઈ ગયો છે. તેમણે કહ્યું કે, દેશમાં 9 કરોડથી વધારે રસીકરણ થઈ ચુક્યું છે. 45 વર્ષથી વધારેની ઉંમરના વ્યક્તિઓનું રસીકરણ જલદી પૂર્ણ કરી લેવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હાલ લોકડાઉનની જરૂર નથી. તો મીટિંગ દરમિયાન મોદીજીએ કોવિડથી બચવા માટે સલાહ-સૂચનો પણ માંગ્યા. તેમણે કહ્યું કે, એકવાર ફરી પડકારજનત સ્થિતિ બની રહી છે. વધુ જણાવ્યું કે, કેટલાક રાજ્યોમાં પડકાર વધી રહ્યો છે. આપણે ગવર્નન્સ પર જોર આપવું પડશે. પીએમે કહ્યું કે, દેશ ફર્સ્ટ વેવની પીકને પાર કરી ચુક્યો છે અને આ વખતે સંક્રમણ પહેલાથી વધારે છે. વધુમાં તેમને જણાવ્યું કે, આપણા તમામ માટે આ સિચ્યુએશન ચિંતાનો વિષય છે. આ વખતે લોકો પહેલાની સરખામણીએ વધારે કેઝ્યુલ છે. તેમણે કહ્યું કે, ફરી યુદ્ધસ્તર પર કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે, લોક ભાગીદારીની સાથે સાથે આપણા ડૉક્ટર્સ સ્થિતિને સંભાળવામાં આજે પણ લાગેલા છે.

બાકી તેઓએ જણાવ્યું કે, ‘આપણે આ પરિસ્થિતિને જોઈને કોવિડ ટેસ્ટિંગ પર વધુ જોર આપવું જોઇ. આપણે શરૂઆતના લક્ષણમાં જ ડૉક્ટર પાસે જવું જોઇએ. કોરોના એક એવી ચીજ છે કે જ્યાં સુધી તેને તમે લઇને નહીં આવો, તો એ તમારી પાસે નહીં આવે. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગને વધારવું જોઇએ. આપણે કોઇ પણ રીતે પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લઇ જવાનો છે.’ દરેક રાજ્યો રાતમાં નાઇટ કરફ્યુ લગાવે. એક પણ રાશિની બરબાદી ના થાય.’

Image Source

વધુમાં મોદીજીએ જણાવ્યું કે, રસી લગાવવાને લઇને પણ કડકાઈ રાખવી પડશે. તેમણે કહ્યું કે, વેક્સિન બાદ પણ માસ્ક અને સાવધાની જરૂરી છે. તેમણે યુવાઓને આહ્વાન કરતા કહ્યું છે કે તમામ યુવા વર્ગ રસીકરણની જાગૃતતા માટે આગળ આવે અને લોકો સુધી વેક્સિન લેવાની વાત પહોંચાડે. વધુમાં મોદીએ કહ્યું કે, અત્યારે સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ નથી. દવા પણ કડકાઈ પણ, બંનેની જરૂર છે.