ખબર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો બીજો ડોઝ, સાથે જનતાને કઈ આ અપીલ

દેશભરમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ વધુ પ્રમાણમાં લોકો કોરોનાની વેક્સિન લે તે માટેના પ્રયાસો  સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુરુવારના રોજ દિલ્હીમાં આવેલ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) પહોંચીને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.

આ જાણકાર પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી હતી. આ પહેલા 1 માર્ચના રોજ પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિંનનો પહેલો ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રીએ વેક્સિનનો બીજો ડોઝ લેવાની સાથે જનતાને પણ અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું છે કે “આજે એઇમ્સમાં કોવિડ-19 વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યો. રસીકરણ આપણી પાસે કોરોના વાયરસને હરાવવાની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સિન માટે યોગ્ય છો તો જલ્દી જ વેક્સિન લગાવો તેના માટે http://CoWin.gov.in ઉપર રજીસ્ટર કરો.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે પીએમ નરેદ્ર મોદીને કોરોનાનો બીજો ડોઝ પણ પુડુચેરીની સિસ્ટર પી નિવેદાએ આપ્યો. તેની સાથે પંજાબની નર્સ નિશા શર્મા પણ હાજર હતી. આ પહેલા સિસ્ટર પી નિવેદાએ જ પીએમ મોદીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો હતો.