પ્રધાનમંત્રી મોદીની પ્લેનમાં બેઠેલી આ તસવીરે અપાવી દીધી લાલ બહાદુર શાસ્ત્રીની યાદ, જુઓ એવી તો શું ખાસ વાત હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસ ઉપર છે. પ્રધાનમંત્રી મોદી કોઈ રજાઓ નથી લેતા. તેમના કામ કરવાની રીત પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે છેલ્લા 7 વર્ષથી તેમને એકપણ રજા નથી લીધી. પીએમ મોદી દિવસમાં 18 કલાક સુધી કામ કરે છે, તેનું તાજું જ ઉદાહરણ હાલમાં જોવા મળ્યું, જયારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા હતા.

પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના અમેરિકી પ્રવાસે છે. જેના માટે તેઓ બુધવારના રોજ રવાના થયા, પરંતુ અમેરિકા પહોંચતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક તસ્વીર શેર કરી છે. જેમાં તે કેટલીક ફાઈલ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેમની આ તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે.

પ્રધાનમંત્રીએ અમેરિકા સુધીની 15 કલાકની સફરની અંદર સમયનો ખુબ જ ઉપયોગ કર્યો ફાઈલ અને કાગળિયા ચેક કરતી આ તસ્વીરની સાથે પીએમ મોદીએ લખ્યું છે કે, “લાંબી ઉડાનમાં કાગળિયા અને ફાઈલો જોવાનો અવસર મળી જ જાય છે.” પ્રધાનમંત્રી મોદીની આ તસવીર જોઈને કેટલાક લોકોને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની યાદ આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

પૂર્વ પીએમ શાસ્ત્રીની એક જૂની તસ્વીર પણ હાલ ચર્ચામાં છે, જેમાં તે ફાઈલ વાંચતા જોવા મળી રહ્યા છે અને તેમની પાસે તેમની પત્ની પુસ્તક વાંચી રહી છે. સામે ઘણી ફાઈલો ટેબલ ઉપર પણ જોવા મળી રહી છે. પીએમ મોદી દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીર અને લાલ બહાદુર શાસ્ત્રીની આ તસ્વીરની લોકો હવે તુલના કરવા લાગી ગયા છે. જેના બાદ લોકો પોત પોતાની રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

વોશિંગ્ટનમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના આવવાની ખુશીમાં એરપોર્ટ પર 100થી પણ વધારે ભારતીય સમુદાયના લોકો પહોંચ્યા હતા.પીએમ મોદી વોશિંગટન પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ નારા લગાવવાના શરૂ કરી દીધા હતા.

Niraj Patel