PM મોદીના જન્મ દિવસે જામી ભેટની વણઝાર, આજના દિવસે અહીં જન્મનાર બાળકોને આપવામાં આવશે સોનાની વીંટી, જાણો ક્યાં અને કેવી રીતે મળશે

આજે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ધૂમ જોવા મળી રહી છે. ત્યારે આજના દિવસે ના માત્ર ભારતમાંથી પરંતુ દુનિયાભરમાંથી પ્રધાનમંત્રી મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પણ ખાસ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ યુનિટે આ અવસરને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ યુનિટે પીએમ મોદીના જન્મદિવસે જન્મેલા નવજાત બાળકોને સોનાની વીંટી આપશે. આ સાથે 720 કિલો માછલીનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને ગુરુવારે કહ્યું, “અમે ચેન્નાઈમાં સરકારી RSRM હોસ્પિટલની તપાસ કરી છે અને નિર્ણય લીધો છે કે વડા પ્રધાનના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.”

આના ખર્ચ અંગેના પ્રશ્નના જવાબમાં તેમને જણાવ્યું કે. “તે લગભગ 2 ગ્રામ સોનાની પ્રતિ વીંટી હશે જે લગભગ 5000 રૂપિયા હશે,” તેમણે કહ્યું. બીજેપીના સ્થાનિક એકમે તે દિવસે સ્પેશિયલ હોસ્પિટલમાં લગભગ 10-15 ડિલિવરીનો અંદાજ લગાવ્યો છે. તેમણે કહ્યું, ‘આ દરેક માટે નથી. અમે ફક્ત તે દિવસે જન્મેલા બાળકોનું સ્વાગત કરીને આપણા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ.”

તમને જણાવી દઈએ કે 30 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરુણ સિંહ તરફથી તમામ રાજ્ય એકમોને ત્રણ પાનાનો પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજ્યોને પીએમના જન્મદિવસને ‘સેવા પખવાડા’ તરીકે ઉજવવાનું કહેવામાં આવ્યું છે, જેમ કે પાછલા વર્ષોની જેમ. આ અંતર્ગત બ્લડ ડોનેશન, હેલ્થ ચેકઅપ કેમ્પ લગાવવાનું કહેવામાં આવ્યું છે.

Niraj Patel