PM મોદી પહોંચ્યા અમદાવાદ ! માતા હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર મળતા જ તાત્કાલિક આવી પહોંચ્યા

દેશના પ્રધાનનંત્રી મોદીની માતા હીરાબાને લઇને હાલમાં જ એક મોટી ખબર સામે આવી, હીરાબાની અચાનક તબિયત ખરાબ થતા તેમને મંગળવારે મોડી રાત્રે તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન માતાની ખબર અંતર પૂછવા પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. હીરાબાના હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર મળતા જ પીએમ તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા હતા અને તેઓ અમદાવાદ એરપોર્ટથી હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યાં સિક્યુરિટી પણ ગોઠવી દેવામાં આવી છે.

જો કે હાલ તો હીરાબાની તબિયત સારી છે અને સુધારા પર છે. એવી ખબર સામે આવી છે કે, આજે 4.00 કલાકે યોજાનાર કેબિનેટ પ્રેસ બ્રિફિંગ અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર મળતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, , અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલવેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય(ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર

અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ હિરાબાની તબિયત અંગે ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યુ- એક મા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું, તમારા માતાજી જલ્દીથી સ્વસ્થ થઈ જાય. હોસ્પિટલમાં અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, હીરાબાની તબિયત સુધારા પર હોવાનું યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હેલ્થ બુલેટિન રીલિઝ કર્યું છે. હવે નવા મેડિકલ બુલેટિનની રાહ જોવામાં આવી રહી છે. અમદાવાદના શાહીબાગમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાની સારવાર ચાલી રહી છે.તેમની તબિયતને લઈને વડાપ્રધાન બપોરે બે-ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

જ્યારે વડાપ્રધાન અથવા VVIP અમદાવાદ આવે ત્યારે શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે. અને તેને પગલે જ પીએમ બપોરે અમદાવાદ આવે તેની શક્યતાને પગલે તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

હીરાબાની આ પહેલા વર્ષ 2016માં તબિયત લથડી હતી જેને કારણે તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલમાં દાખલ કરાયાં હતાં. આ ઉપરાંત તેમની તપાસ હોસ્પિટલના જનરલ વાર્ડમાં સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં જ PM મોદીની માતા હીરાબેને તેમનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા.

ત્યાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા પીએમ મોદીએ માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ સૌથી પહેલા તેમની માતા પાસે પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ તેમની માતા સાથે લગભગ 45 મિનિટ વિતાવી હતી. મોદી આ વર્ષે 11 અને 12 માર્ચે બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા. ત્યારે 11 માર્ચે રાત્રે નવ વાગ્યે માતા હીરાબાને મળવા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે માતા સાથે ખીચડી ખાધી હતી.

Shah Jina