PM મોદીએ ઘૂંટણીએ બેસીને માંગી માફી, કારણ જાણીને તમે પણ કરશો વાહ વાહ, જુઓ વીડિયો

પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. સુરતથી શરૂ થયેલી તેમની યાત્રા ભાવનગર અંબાજી બાદ ગત રોજ રાત્રે રાજસ્થાનમાં પહોંચી હતી. અમદાવાદમાં પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, આ ઉપરાંત તેમને કેટલાક કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી, ત્યારે હવે મોદીજીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઘૂંટણીએ બેસી માફી માંગતા જોઈ શકાય છે.

શુક્રવારે રાજસ્થાનના આબુ રોડ પર પીએમ નરેન્દ્ર મોદીની રેલી હતી, પરંતુ વડાપ્રધાન મોદી સમયસર પહોંચી શક્યા ન હતા. પીએમ મોદી જ્યારે રેલી માટે પહોંચ્યા ત્યારે રાતના 10 વાગી ગયા હતા અને તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. ત્યારપછી પીએમ મોદીએ સ્ટેજ પરથી નિયમોનું પાલન કરીને માઈકમાં સંબોધન કર્યું ન હતું અને વિલંબ માટે ઘૂંટણિયે પડી રાહ જોઈ રહેલા લોકોની માફી માંગી હતી.

મોડા પહોંચવા પર પીએમ મોદીએ લોકોને કહ્યું કે મને અહીં પહોંચવામાં મોડું થયું. હવે 10 વાગ્યા છે. મારો આત્મા કહે છે કે મારે કાયદા અને શાસનનું પાલન કરવું જોઈએ અને તેથી જ હું તમારા બધાની માફી માંગુ છું. પણ હું તમને ખાતરી આપું છું કે હું ફરીથી અહીં આવીશ અને તમારા આ પ્રેમનું વ્યાજ સાથે વળતર આપીશ.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ પછી વડાપ્રધાન મોદીએ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા અને ઘૂંટણિયે પડી ગયા. પછી તેમણે હાથ જોડીને માફી માંગી અને સ્ટેજ પર જ પ્રણામ કર્યા. પીએમ મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. PM મોદીએ 10 વાગ્યા પછી માઈક પર સંબોધન ન કરીને નિયમોનું પાલન કર્યું. આમ કરીને વડાપ્રધાન મોદીએ સંદેશ આપ્યો કે કોઈ પણ નિયમ અને કાયદાથી ઉપર નથી. તેઓ પોતે વડાપ્રધાન બનીને આ નિયમો તોડતા નથી.

Niraj Patel