પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર બોલ્યા PM મોદી- જે કહ્યું એ સાંભળીને તમે ખુશખુશાલ થઇ જશો

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકો પરેશાન છે. ઓછી આવક ધરાવતા લોકો સરકારને કોસતા હોય છે. ત્યારે હવે તેલની કિંમતો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ રાજ્ય સરકારોને વેટ ઘટાડવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકારે ગયા નવેમ્બરમાં ઈંધણની કિંમતો પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી, જેના કારણે તેલના ભાવમાં ઘટાડો થયો હતો. હવે હું વિનંતી કરું છું કે રાજ્ય સરકારો પણ ટેક્સ ઘટાડે, જેથી લોકોને ફાયદો થાય. PM મોદીએ આજે ​​કહ્યું, “હું કોઈની ટીકા નથી કરી રહ્યો, પરંતુ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ, તમિલનાડુની સરકારોને વિનંતી કરું છું કે તેઓ વેટમાં ઘટાડો કરે અને લોકોને લાભ આપે.

પીએમએ કહ્યું કે, નવેમ્બરમાં અમારી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. અત્યાર સુધી કેટલાક રાજ્યોમાં ટેક્સ ઘટાડવામાં આવ્યો નથી. હું વિનંતી કરું છું કે છ મહિના મોડું થઈ ગયું છે, હવે રાજ્ય સરકારોએ તેલ પરનો ટેક્સ ઘટાડવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠક દરમિયાન આ વાત કહી. તમને જણાવી દઈએ કે, આ બેઠકનો હેતુ કોરોના રોગચાળા પર ચર્ચા કરવાનો હતો. જો કે, અહીં તેલની વધતી કિંમતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તેલની વધતી કિંમતોને લઈને વિપક્ષના આકરા પ્રહારો હેઠળ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જવાબી મૂડમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ તેલની કિંમતોમાં મોંઘવારીની આગ માટે રશિયા-યુક્રેન યુદ્ધને જવાબદાર ગણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે કેન્દ્ર-રાજ્યો વચ્ચે સંકલન સાધવાની હાકલ કરી હતી અને વિપક્ષના મુખ્યમંત્રીઓને પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરીને જનતાને રાહત આપવા જણાવ્યું હતું. પેટ્રોલ-ડીઝલ, પીએનજી, સીએનજીના રોજેરોજ વધતા ભાવથી જનતા ત્રસ્ત છે.

વિપક્ષો આ અંગે મોદી સરકારને ઘેરી રહ્યા છે, પરંતુ હવે ખુદ વડાપ્રધાને જ મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં તેલ પરનો વેટ ઘટાડવાની સીધી અપીલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ તે પહેલા સતત કેટલાય દિવસો સુધી ભાવમાં વધારો થયો હતો. હાલ દેશભરમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી રહ્યું છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પેટ્રોલ 105.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ત્યાં, ગાઝિયાબાદમાં પેટ્રોલ 109.79 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 105.26 રૂપિયા પ્રતિ લિટર છે.

Shah Jina