ખબર

વડાપ્રધાન મોદીએ ચોથી વાર કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, લોકડાઉન 3 મેં સુધી લંબાઈ ગયું…

કોરોના સંક્ર્મણને લઈને લોકડાઉનની જાહેરાત કરી હતી. કોરોના જેવી મહામારી સામે લડવા માટે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ પહેલા પણ વડાપ્રધાન મોદી દ્વારા 3 વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં 19 માર્ચે 22 માર્ચ જનતા કર્ફ્યુને લઈને સંબોધન કર્યું હતું. આ બાદ 24 માર્ચે રાષ્ટ્ર સંબોધનમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ બાદ 3 એપ્રિલે વડાપ્રધાન દ્વારા ફરી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ 21 દિવસ આજે એટલે કે, 14 એપ્રિલે પૂર્ણ થયા છે. આ બાદ આજે સવારે 10 વાગ્યે ફરી વડાપ્રધાન મોદી દ્વારા સંબોધન કર્યું હતું.

Image Source

આવો જોઈએ વડાપ્રધાન મોદી દ્વારા કહેવામાં આવ્યું છે.

મોદીએ સંબોધન શરૂઆતમાં કહ્યું હતું કે, ભારત કોરોના જેવી મહામારી સામે લડવા ઘણે અંશે સફળ રહ્યું છે. સંબોધનની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ બધા લોકોને નમન કર્યા હતા.

મોદીએ વધુમાં કહ્યું હતું કે, લોકોએ ભારત વર્ષને બચાવ્યું છે. વડાપ્રધાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકોને ઘણી તકલીફ પડી છે. હાલ તહેવારો હોય લોકોએ સ્વયં જાળવીને ઘરમાં રહીને જ તહેવારની ઉજવણી કરી છે.

જયારે ભારતમાં 1 જ કેસ હતો ત્યારે દેશ દ્વારા વિદેશથી આવતા યાત્રિકોનું સ્ક્રીનિંગ શરૂ કર્યું હતું. આ સાથે જ 14 દિવસનું આઇસોલેશન કર્યું હતું.

બીજા દેશની સરખામણીએ આપણા દેશને કોરોનાનો ચેપ ઓછો લાગવાનો પ્રયાસ કર્યો છે. જયારે ભારતમાં 550 કેસ હતા ત્યારે જ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સમયસર લોકડાઉનનો નિર્ણય ના કરવામાં આવ્યો હોટ તો પરિસ્થતિ વધુ ખરાબ થઇ શકે છે. લોકડાઉન સામે લડવા માટે રાજ્ય સરકારે પણ કામ કર્યું છે. ભારતના તમામ રાજ્યોએ સ્થિતિને પ્રયાસ કર્યો છે. આ સાથે જ લોકડાઉન 3 મે સુઘી વધારવામાં આવ્યું છે.

મહિના દોઢ મહિના પહેલા ઘણા દેશ કોરોના સંક્રમણના કેસમાં એક રીતે ભારતી બરાબર ઊભા હતા. આજે એ દેશમાં ભારતની તુલનામાં કોરોનાના કેસ 25થી 30 ગણા વધ્યા છે. એ દેશોમાં હજારો લોકોના મૃત્યુ થયા છે.
20 એપ્રિલ સુધી લોકડાઉનને સખત બનાવવામાં આવશે. ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડશે. કોરોનાના 10 હજાર કેસ સામે 1500થી 1600 બેડની જરૂર છે. આ સાથે જ કોરોનાના નવા ક્ષેત્રમાં અટકાવવું જરૂરી છે.

Image Source

તમામ લોકોની ભલામણ છે કે લોકડાઉનને વધારવામાં આવે. કેટલાંય રાજ્ય તો પહેલેથી જ લોકડાઉનને વધારવાનો નિર્ણય કરી ચૂકયા છે. સાથીઓ, તમામના મંતવ્યોને ધ્યાનમાં રાખતા એ નક્કી કરાયું છે કે ભારતમાં લોકડાઉનને હવે 3મે સુધી વધુ વધારાશે. કેન્દ્ર સરકાર આવતીકાલે લોકડાઉનને લઇ વિસ્તૃત ગાઇડલાઇન બહાર પાડશે.
માત્ર આર્થિક દૃષ્ટિએ જોઈએતો હાલમાં મોંઘું જરૂર લાગે છે પરંતુ ભારતવાસીઓના જીવન આગળ તેની તુલના ન થઈ શકે. મર્યાદિત સંશાધનોની વચ્ચે, ભારત જે રસ્તા પર ચાલ્યું છે તે રસ્તાની ચર્ચા આજે વિશ્વમાં થઈ રહી છે.

Image Source

આ સાથે જ હોટસ્પોટના હોય તેવા વિસ્તારમાં 20 એપ્રિલ બાદ છૂટછાટ અપાશે. 20 એપ્રિલ બાદ છૂટછાટ આપ્યા બાદ જો વધુ થશે તો છૂટછાટ આપેલા વિસ્તારમાં છૂટછાટ પરત ખેંચવામાં આવશે. 1 મે ગુજરાત સ્થાપના દિવસ કોરોના મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.

PM મોદીએ આ 7 વાતો પર લોકોનો સાથ માંગ્યો

1. ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખો, જેમને જૂની બીમારી હોય, તેમની ખાસ ધ્યાન રાખો. તેમને કોરોનાથી ખાસ બચાવીને રાખવાના છે

2. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેસિંગનું સંપૂર્ણપણે પાલન કરો. ઘરમાં બનેલા ફેસ કવર કે માસ્કનો ચોક્કસ ઉપયોગ કરો

3. તમારી હ્યુમિનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો. ગરમ પાણી વગેરેનું પાલન કરો

4. કોરોના સંક્રમણને ફેલાવતું રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ચોક્કસ ડાઉનલોડ કરો, બીજાને પણ 30 લોકોને ડાઉનલોડ કરવા પ્રેરિત કરો

5. જેટલું બની શકે એટલું ગરીબ પરિવારની દેખરેખ કરો, તેમના ભોજનની આવશ્યકતા પૂરીકરો

6. તમે તમારા વ્યવસાય ઉદ્યોગ તમારી સાથે કામ કરતાં લોકો માટે સંવેદના રાખો. કોઇને નોકરીમાંથી ના નીકાળો

7. દેશના કોરોના યોદ્ધાઓને ડૉકટર્સ, નર્સીસ, સફાઇ કર્મી બધાનું સમ્માન, ગૌરવ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.