BIG NEWS : ખેડૂત આંદોલન સામે ઝૂકી મોદી સરકાર, ત્રણેય કૃષિ કાયદા પરત લીધા પણ…

પીએમ મોદીએ કહ્યું, અમે ખેડૂતોને સમજાવી ન શક્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે મોદી સરકાર ગયા વર્ષે ત્રણ કાયદા લાવી હતી. પરંતુ ઘણા ખેડૂત સંગઠનો આ કાયદાનો સતત વિરોધ કરી રહ્યા હતા.

પીએમ મોદીએ કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કરી

પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, ખેડૂતોના કલ્યાણ માટે, અમારી સરકારે આ કાયદો દેશના કૃષિ જગતના હિતમાં, ગરીબો અને ગામડાના હિતમાં સંપૂર્ણ સમર્થન સાથે, ઉમદા હેતુ સાથે લાવી હતી.

પરંતુ અમે ખેડૂતોના હિત માટે આવી પવિત્ર વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે પાછા ફરો, ખેતરોમાં પાછા ફરો, પરિવારમાં પાછા ફરો, નવી શરૂઆત કરો.

ખેડૂતોની સમસ્યાઓને ખૂબ નજીકથી જોઈ: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, તે પણ ખૂબ જ સુખદ છે કે દોઢ વર્ષના લાંબા ગાળા બાદ હવે કરતારપુર સાબિહ કોરિડોર ફરી ખુલ્યો છે. આ સિવાય પીએમ મોદીએ ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો. પીએમએ કહ્યું, મેં છેલ્લા ઘણા દાયકાઓથી ખેડૂતોની સમસ્યાઓને ખૂબ નજીકથી જોઈ અને અનુભવી છે. જ્યારથી મને તક મળી ત્યારથી અમારી સરકારે તેમના ભલા માટે કામ કરવાનું શરૂ કર્યું.

 

YC