ખબર

BREAKING: દેશવાસીઓ માટે આવી ગઈ મોટી ખુશખબરી : PM મોદીની મોટી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટને સંબોધન કર્યુ. 15 મહિનાના કોરોના કાળમાં તેમણે દેશને 9મી વખત સંબોધન કર્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ વેક્સિનેશન પર મોટુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે, બધા રાજયોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, કોરોનાની બીજી લહેર અને તેનાથી આપણી લડાઇ જારી છે. આપણામાંથી કેટલાક લોકોએ તેમના પરિજનને ખોયા છે. આવામાં પૂરા પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મોટી બીમારી છે. આવી મહામારી આધુનિક વિશ્વએ જોઇ નથી અને અનુભવી પણ નથી.

પીએમ મોદીના આ સંબોધનની ખાસ વાત એ હતી કે, તેમણ કહ્યુ કે, સમય રહેતા રાજય પુનર્વિચારની માંગ સાથે ફરી આગળ આવ્યા. રાજયોની માંગ પર અમે વિચાર્યુ અને દેશવાસીઓને કોઇ તકલીફ ના થયા તે માટે સુચારુ રૂપથી તેમનું વેક્સિનેશન થાય,

તેના માટે 16 જાન્યુઆરીથી એપ્રિલ સુધી વ્યવસ્થાને ફરી લાગુ કરવામાં આવશે. આજે એ નિર્ણય લેવામાં આવ્યો કે, રાજયો પાસે વેક્સિનેશનથી જોડાયેલ જે 25% કામ હતુ તેની જવાબદારી ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા 2 સપ્તાહમાં લાગુ થશે.

કેન્દ્ર સરકાર અને રાજય સરકાર મળીને નવી ગાઇડલાઇન અનુસાર જરૂરી તૈયારી કરવા લાગ્યા છે. સંયોગ છે કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. 21 જૂન સોમવારના રોજ દેશના બધા રાજયમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે ભારત સરકાર રાજયોને ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ કરાવશે. વેક્સિન નિર્માતાએથી કુલ ઉત્પાદનનો 75% હિસ્સો પોતે ખરીદી રાજય સરકારને ફ્રીમાં પહોંચાડશે.

Image source