નરેન્દ્ર મોદીએ અમેરિકા, રશિયા, બ્રિટન, કેનેડાના PM ને પછાડી દીધા અને…જાણો વિગત

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતામાં સામેલ છે. કોરોના સંકટ વચ્ચે પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધતી રહી છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફાર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ખબર પડી કે લોકપ્રિયતાના મામલામાં પીએમ નરેન્દ્ર મોદી દુનિયાભરના બીજા નેતાઓ કરતા ખુબ જ આગળ છે.

મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર પીએમ મોદીની ગ્લોબલ એપ્રુવલ રેટિંગ 66 ટકા છે. પ્રધાનમંત્રી મોદી અમેરિકા, રુસ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ અને જર્મની સમેત 13 દેશના નેતાઓથી વધારે આગળ છે.

જો કે, કોરોના વાયરસની બીજી લહેરની અંદર પીએમ મોદીના એપ્રુવલ રેટિંગ થોડું નીચે આવતું જોવા મળ્યું. તે છતાં પણ તે દુનિયાભરમાં ટોપ ઉપર છે. બીજા નેતાઓ કરતા તેમને વધારે સારું પ્રદર્શન કર્યું. ગ્લોબલ એપ્રુવલ રેટિંગના લિસ્ટમાં બીજા નંબર ઉપર ઇટલીના પ્રધાનમંત્રી મારિયો  છે. તો ત્રીજા નંબર ઉપર મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઔબ્રેડોર છે.

Niraj Patel