ખબર

PM Modi Live: લોકડાઉનને લઈને કહી દીધી સૌથી મોટી વાત

ગુજરાતમાં રોજ કોવિડના કેસો વધી જ રહ્યા છે એવામાં આજના નવા કેસ 12 હજારને પાર થઇ ગયા છે. આજે રાજ્યમાં નવા 12 હજાર 206 કેસો નોંધાયા છે. જેના લીધે સતત કેસો વધતા તંત્ર પણ ચિંતામાં મૂકાઇ ગયું છે. આ સાથે જ ડોક્ટરો પણ એલર્ટ થઇ ગયા છે. જ્યારે દુઃખદ વાત એ છે કે નવા 121 લોકોના મોત નિપજ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં ટોટલ 121 લોકોના મોત થયા છે. શહેર પ્રમાણે વાત કરીએ તો સુરતમાં 24, અમદાવાદમાં 23, રાજકોટમાં 12 અને વડોદરામાં 13 દર્દીઓ સહિત આજ રોજ નવા 117 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ટોટલ 5615 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

– નમસ્કાર દેશવાસીઓ… દેશ કોરોના સામે લડી રહ્યો છે. કોરોનાની લહેર ધીમી પડી હતી તે ફરી તોફાન બની આવી છે. જે લોકોએ કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યો છે, તેમના પ્રત્યે હું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરુ છું. હું આ દુખના સમયમાં તમારી સાથે છું.

વધુમાં પીએમે કહ્યું કે અઘરા સમયમાં આપણે ધીરજ ગુમાવવાનું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય જરૂરી. આપણે આ લડાઈ લડીશું અને જીતીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સતત પ્રયાસોનું જ રિઝલ્ટ છે કે આજે આપણા દેશની ફાર્મસી ઓફ વર્લ્ડના રૂપમાં ઓળખવામાં આવે છે. આ મહામારી સમયે આપણે વિશ્વમાં 150થી વધુ દેશોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવી હતી. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે વિવિધ મોટા પડકારોનો સામનો કર્યો હોવા છતાં નિકાસમાં 18%ની વદ્ધિ કરી છે, જે એની ક્ષમતાને દર્શાવે છે.

આપણા દેશમાં ઓક્સિજનની સપ્લાઈ વધે અને બધાને મળી રહે માટે પણ સતત કોશિશ કરવામાં આવી રહ્યાં છે. નવા ઓક્સિજન પ્લાન્ટ ખોલવામાં આવી રહ્યાં છે. દરેક જરૂરીયાત લોકોને ઓક્સિજન પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની મદદથી શ્રમિકોને પણ રસી આપવામાં આવશે. અમારી રાજ્ય સરકારને અપીલ છે કે તે શ્રમિકોમાં વિશ્વાસ જગાવે

વધુમાં મોદીજીએ કહ્યું કે હું રાજ્યોને વિનંતિ કરીશ કે લોકડાઉનથી બચવાની પુરેપુરી કોશિશ કરવાની છે. એ સૌથી છેલ્લો ઓપશન છે. પીએમે કહ્યું કે આપણે લોકડાઉનથી બચવાનું છે.

મને વિશ્વાસ છે કે જનભાગિદારીની તાકાતથી આપણે કોરોના મહામારી સામે લડી શકશું.