ખબર

ઔરૈયા અકસ્માતમાં જીવ ગુમાવનાર મજુરો પ્રત્યે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી સંવેદના

હાલ લોકડાઉંન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે પરપ્રાંતીય મજૂંરોને તેના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેના કારણે મજૂરો અને તેના પરિવારજનો પર દુઃખપહાડ તૂટી પડયો છે.

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક ટ્રક બીજા ટ્રકને અથડાઇ. આ અકસ્માતમાં 24 મજૂરોના મોત થયા છે. આ ઘટના બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. આ તમામ રાજસ્થાનથી આવી રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર હચમચી ગયું છે. આનન-ફાનન પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઇ અને રાહત અને બચાવ કામ શરૂ કરી દીધું છે.

આ ઘટના બાદ એસપી ઔરૈયા એ કહ્યું કે ઘટના સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હતી. ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતનો ભોગ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના મજૂરો બન્યા છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્ત લોકો માટે 50-50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

આજે ઉત્તરપ્રદેશમાં થયેલા અકસ્માતમાં 24 લોકો જ્યારે છેલ્લા 10 દિવસમાં 99 પ્રવાસી શ્રમિકોએ વિવિધ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.


ભારતના રાષ્ટ્રપતિએ પણ આ મજૂરો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: