ખબર

બ્રેકીંગ: આખરે PM મોદીએ લઇ જ લીધો મોટો નિર્ણય

દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSE ની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.CBSE ની ધોરણ 10ની પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

CBSEની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં.

દેશમાં થનારી CBSE બોર્ડ એક્ઝામ વિશે આજે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય આવી ગયો છે. કેન્દ્ર સરકારે શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક કરીને નિર્ણય લીધો છે કે, ધોરણ-10ની એક્ઝામ રદ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરાશે.

પ્રતિકાત્મક તસવીર

હાલ ધોરણ 12ની બોર્ડની એક્ઝામ સ્થગિત રાખવામાં આવશે. બીજી બાજુ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સરકારે રાજ્ય બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય કરી દીધો છે.