પીએમ મોદી કાશ્મીરી કેસરના પેટ ભરીને વખાણ કર્યા, મિત્રો તમને કેસર પોસાય? જાણો રસપ્રદ માહિતી
પીએમ મોદીએ રવિવારે મન કી બાતને સંબોધિત કરીને કાશ્મીરી કેસર વિષે ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીરી કેસરને આ વર્ષ મે મહિનામાં જીઆઇ ટેગ મળ્યો છે. આ દ્વારા આપણે કેસરને એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી શકીએ છીએ. કાશ્મીરી કેસર પુલવામા, બદગામ અને કિશ્તવારમાં ઉગાડવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ અબુલ ફઝલનો કિસ્સો યાદ કરીને કાશ્મીરી કેસરનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે. અકબરના દરબારમાં એક સભ્ય હતો અબુલ ફઝલ. અબુલ ફઝલે કાશ્મીરની યાત્રા બાદ કહ્યું હતું કે, કાશ્મીરમાં એક એવો નઝારો છે જે જોઈને ચીડાયેલા અને ગુસ્સે થયેલા લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. કાશ્મીર અને કેસર સદીઓથી જોડાયેલુ છે.

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કાશ્મીરી કેસર વૈશ્વિક સ્તર પર એક મસાલાના રૂપમાં પ્રસિદ્વ છે. જેના ઘણા પ્રકારના ઔષધીય ગુણ છે. આ અત્યંત સુગંધિત હોય છે. તેનો કલર ઘાટો હોય છે તેના લાંબા તાંતણા હોય છે. જે તેનો ઐષધીય ગુણ વધારે છે. આ જમ્મુ કાશ્મીરની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. કેસરની ક્વોલિટીની વાત કરવામાં આવે તો કાશ્મીરનું કેસર બહુ જ યુનિક છે. બીજા દેશના કેસર કરતા અલગ છે. કાશ્મીરના કેસરને i tagથી એક અલગ જ ઓળખ મળી છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તે જાણીને ખુશી છે કે કાશ્મીરના કેસરને જીઆઇ ટેગનું સર્ટિફિકેટ મળ્યા બાદ દુબઇના એક સુપરમાર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે તેની નિકાસ વધવા માંડી છે. આ આત્મનિર્ભર ભારત બનવાના આપણા પ્રયાસનો વધુ મજબૂત કરશે. કેસરના ખેડૂતોને પણ વિશેષ રૂપથી લાભ થશે.
કેસરના ફાયદા:
કેસરમાં રહેલ મેંગેનીઝ શરીરમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કેસર હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. તેમાં હાજર કેટલાક ખનિજો અને કાર્બનિક સંયોજનો કેલ્શિયમની ઉણપને પહોંચી વળવામાં મદદ કરે છે. કેસરનો ઉપયોગ પીડાને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. કેસર દાંતના દુખાવામાં પણ રાહત આપે છે.

કેસરનો ઉપયોગ ખરાબ પેટ અને પેટની ફૂલવાની સારવારમાં પણ થાય છે. કેસરનો ઉપયોગ કબજિયાતને મટાડવા માટે કરી શકાય છે.