છપ્પડ ફાડકે: પ્લમ્બર બન્યો કરોડપતિ, માત્ર 200 રૂપિયામાં બદલી ગઈ કિસ્મત, એવું તો શું થયું જુઓ

ઉપર વાલા જબ દેતા હૈ તો છપ્પડ ફાડકે દેતા હૈ! હરિયાણાના સિરસાના એક સમાન્ય વ્યક્તિ પર આ વાક્ય સાર્થક થયું છે. એક પ્લમ્બરની કિસ્મત રાતોરાત ચમકી ગઈ છે. તેણે ખરીદેલી માત્ર 200 રુપિયાની લોટરીની ટિકિટ પર 1.5 કરોડ રુપિયાનું ઇનામ લાગ્યુ છે. નસીબ જાગી ગયા બાદ આખો પરિવાર આખી રાત ઊંઘી શક્યો નહોતો.

મળતી માહિતી મુજબ, હરિયાણાના સિરસાના ખૈરપુરમાં ભાડેથી રહેતા મંગલ સિંહ મંગળવાર ક્યારેય નહીં ભૂલી શકે. તેણે 1.5 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. મંગલ સિંહ વ્યવસાયે પ્લમ્બર તરીકે કામ કરે છે અને તે પત્ની-પુત્રી સાથે ભાડાના મકાનમાં રહે છે.

મંગલ સિંહે જણાવ્યું કે, તે લગભગ 5-6 વર્ષથી લોટરી ખરીદી રહ્યો હતો. ગઈકાલે રાત્રે 9 વાગ્યે તેને લોટરી વેચનાર એજન્ટનો ફોન આવ્યો અને કહ્યું કે તેણે 1.5 કરોડ રૂપિયાની લોટરી જીતી છે અને તે ખૂબ જ ખુશ છે. મંગલે કહ્યું કે તે પોતાનું ઘર બનાવશે અને આ પૈસા બાળકોના ભણતર પાછળ ખર્ચશે. તેણે કહ્યું કે તે જીવનભર આટલા પૈસા કમાઈ શકશે નહીં. લોટરીની માહિતી મળતાં જ આખો પરિવાર રાત્રે ઊંઘી શક્યો નહોતો. હવે સવારથી જ મંગલના ઘરે તેને અભિનંદન આપવા માટે આસપાસના લોકો અને સંબંધીઓની કતાર લાગી છે. મંગલ કહે છે કે તે લોટરીના પૈસાનો ઉપયોગ દાનમાં પણ કરશે.

મંગલ સિંહની પત્ની વંદનાએ જણાવ્યું કે તેનો પતિ છેલ્લા ઘણા સમયથી લોટરી ખરીદતો હતો. હવે 1.5 કરોડની લોટરી લાગી છે. વંદનાએ કહ્યું કે પહેલા તેનો પતિ એટલું કમાતો હતો કે પરિવારનું ગુજરાન ચાલી શકે. મંગલ સિંહનું કહેવું છે કે આ સમાચાર સાંભળ્યા બાદ તે અને તેનો પરિવાર આખી રાત ઊંઘી શક્યા નથી. રાત્રે 12 વાગે સુમિત લોટરી એજન્સીના ઓપરેટર સુમિતે તેને ફોન કર્યો અને તેણે 1.5 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું હોવાની પુષ્ટિ કરી.

લોટરી એજન્ટ અને કન્સલ્ટન્ટ ઘરે પહોંચ્યા

બુધવારે સવારે લોટરી એજન્ટ લલિત ગુમ્બર અને આવકવેરા સલાહકાર દીપક મોંગા મંગલ સિંહના ઘરે પહોંચ્યા. તેમણે લોટરી જીતવાની પ્રક્રિયા અને દાવા વિશે માહિતી આપી હતી. દીપક મોંગાએ જણાવ્યું કે મંગલ સિંહનો દાવો 5 ડિસેમ્બરે દાખલ કરવામાં આવશે અને રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Twinkle
Exit mobile version