ખબર

અમદાવાદીઓને 100 સલામ, જોગિંગ કરતા કરતા 1.5 ટન કચરો ઉપાડ્યો- જુઓ બધી જ તસવીરો

દેશના વડાપ્રધાન મોદી કશે પણ જાય ત્યાં પોતાના ભાષણમાં એક બાબતનો ઉલ્લેખ ઘણીવાર કરતા હોય છે, જે છે સ્વચ્છતા અભિયાનની, દેશને સાફ કરવાની. હાલમાં પણ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન મોદી વારાણસી પહોંચ્યા હતા. જ્યા તેમને પોતાના સંબોધનમાં સ્વચ્છતાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જો તમે દેશને સ્વચ્છ ન રાખી શકો તો તમે ભારત માતા કી જય બોલો તેનો કોઈ અર્થ જ નથી બનતો.

Image Source

આપણે ત્યાં પાન ખાઈને જયાંત્યાં પિચકારી મારનાર લોકો, જાહેર સ્થળોએ કચરો ફેંકીને ગંદકી ફેલાવવાવાળા લોકો ઘણા છે. ત્યારે વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદથી જ મોદીજી હંમેશા ભારતમાં સ્વચ્છતા અભિયાન પર ભાર આપતા આવ્યા છે. જો કે તેમના પ્રયાસોને કારણે જ હાલ લોકો જાગૃત થયા છે અને વિવિધ સંગઠનો દ્વારા ખાસ પ્રકારે સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવે છે.

ત્યારે તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે “પ્લોગીંગ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. તમને જણાવી દઈએ કે પ્લોગીંગનો અર્થ જોગિંગની સાથે કચરો ઉપાડવો એવો થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 મેના રોજ પ્લોગીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350 અમદાવાદીઓએ જોગિંગની સાથે કચરો ઉપાડીને સ્વચ્છતા અભિયાનમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આમ કરીને આ નાગરિકોએ શહેરને સ્વચ્છ બનાવવામાં મહત્વની ફરજ પુરી કરી હતી.

આ અભિયાનમાં લગભગ 1.5 ટન કચરો ભેગો થયો હતો. લોકોએ પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટેના પોતાના યોગદાન પર ખુશી પણ વ્યક્ત કરી હતી. IPS વિપુલ અગ્રવાલે પણ આ અભિયાનની તસવીરો #LetsPlogAhmedabad સાથે શેર કરીને લોકોનો આભાર માન્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks