ખબર

લોકડાઉનમાં ક્રિકેટ રમતા બાળકોને મળ્યા જમીનમાં દબાયેલા રાણી વિક્ટોરિયાની ખજાનો મળ્યો, જુઓ

દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગેલું છે તેના કારણે કોઈ પોતાના ઘરની બહાર નથી નીકળી શકતું, અને આ લોકડાઉન દરમિયાન પ્રકૃતિ પણ ખીલી છે,  પરંતુ હાલમાં એક એવા સમાચાર આવ્યા છે જેને સાંભળીને તમે પણ વિચારતા રહી જશો.

Image Source

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના અછલ્દા ક્ષેત્રમાં ક્રિકેટ રમતા બાળકોને જમીનમાં દબાયેલા ચાંદીના સિક્કા મળ્યા હતા. રમતા રમતા જ બાળકોએ જમીન ખોદી અને તેમાંથી એક માટીનો ઘડો નીકળ્યો હતો જેમાં 30 ચાંદીના જુના સિક્કા હતા.

Image Source

પોલીસને જાણ કરતા જ પોલીસે આ સિક્કાને જપ્ત કરી લીધા હતા. લોકડાઉનમાં જ સોમવારે સાંજે 5 વાગે ગમા તુરકપુર અને સાજણપુર વચ્ચે બાળકો ક્રિકેટ મેચ રમી રહ્યા હતા.  આ દરમિયાન જ કેટલાક બાળકોએ મેદાનમાં એક જગ્યા ઉપર ખોદવાનું શરૂ કર્યું.

Image Source

ખોદતાં ખોદતાં એમને એક માટીનો ઘડો મળી આવ્યો, જેની જાણ તેમને ગામના લોકોને કરી અને ગામના લોકોએ પોલીસને જાણ કરી, પોલીસ એ માટીના ઘડાને લઈને પોલીસ સ્ટેશન આવી ગઈ. ઘડાને ખોલીને જોયું તો તેની અંદરથી 30 ચાંદીના સિક્કા નીકળ્યા.

Image Source

આ 30 ચાંદીના સિક્કામાંથી 27 સિક્કા 1840ના રાણી વિક્ટોરિયાની છાપ વાળા હતા અને ત્રણ સિક્કા કિંગ્સ વિલિયમ્સની છાપ વાળા 1835ની સાલના હતા.  આ બધા જ સિક્કાને પુરાતત્વ વિભાગને સોંપવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.