આ ભારતીય ખેલાડીએ સગીર છોકરીને હોટલમાં લઇ જઈ આચાર્ય દુષ્કર્મ , આવા આરોપમાં નોંધાઈ FIR, 2 દિવસ પહેલા જ બન્યો હતો ડીએસપી

Hockey Player Varun Kumar Rape Case : આપણા દેશમાં મહિલાઓ યુવતીઓ ઉપરાંત નાબાલિક સાથે પણ છેડછાડ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ઘણા લોકો તેમને લગ્નની લાલચ આપીને પોતાની પ્રેમજાળમાં ફસાવતા હોય છે અને પછી તેમની સાથે ના કરવાનું પણ કરતા હોય છે. પોતાની હવસ સંતોષાઈ ગયા બાદ તે તેમને છોડી પણ દેતા હોય છે. સામાન્ય માણસની જેમ ઘણા સેલેબ્સ પણ આવા કાંડમાં સામેલ હોય છે. હાલ એક એવી જ એક ઘટનાએ દેશભરમાં ચકચારી મચાવી દીધી છે.

નોંધાઈ FIR :

ભારતીય હોકી ટીમના ડિફેન્ડર વરુણ કુમાર પર એક સગીર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. પીડિતાએ તેની વિરુદ્ધ જ્ઞાનભારતી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી છે. વરુણ પર લગ્નના બહાને એક સગીર સાથે ઘણી વખત બળાત્કાર કરવાનો આરોપ છે. યુવતીએ જણાવ્યું કે જ્યારે તે 2019માં વરુણને મળી ત્યારે તે 17 વર્ષની હતી. તે હોકી ખેલાડીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા મળી હતી. આ સમય દરમિયાન વરુણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)માં ટ્રેનિંગ લઈ રહ્યો હતો.

લગ્નની લાલચ આપીને બાંધ્યા હતા સંબંધો :

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેના જલંધર સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. વાસ્તવમાં, વરુણ હિમાચલ પ્રદેશનો છે, પરંતુ જલંધર રહે છે. આ કેસમાં પોલીસનું કહેવું છે કે, ‘વરુણ ભાગી રહ્યો છે. તેની શોધખોળ ચાલુ છે. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું કે જ્યારે પણ ભારતીય ખેલાડી બેંગલુરુ આવતો ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. હવે પીડિતા 22 વર્ષની છે, પરંતુ બંને વચ્ચે પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે તે 17 વર્ષની હતી.

2 દિવસ પહેલા બન્યો ડીએસપી :

હિમાચલનો રહેવાસી વરુણ થોડા વર્ષો પહેલા હોકી માટે પંજાબ આવ્યો હતો. તેણે 2017માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, તે 2022 માં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો ભાગ હતો. તે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતની બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમનો પણ એક ભાગ હતો. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનએ વરુણને નિમણૂક પત્ર સોંપ્યો હતો. તેને પંજાબ પોલીસમાં ડીએસપી બનાવવામાં આવ્યો હતો.

પિતાને ખબર નથી :

વરુણ પર લાગેલા આરોપો વિશે વાત કરતી વખતે તેના પિતા બ્રહ્માનંદે આ બાબતની કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની તેના દીકરા સાથે વાત થઇ નથી, તેનો ફોન સ્વિચ ઓફ છે. પિતાએ કહ્યું, “મને ખબર નથી કે મામલો શું છે. વરુણનો ફોન સ્વીચ ઓફ છે. હું તેની સાથે વાત કર્યા પછી જ કહી શકીશ કે મામલો શું છે. વરુણ હાલમાં ઓડિશામાં ભારતીય હોકી ટીમના કેમ્પમાં છે. ચર્ચા બાદ મામલો સ્પષ્ટ કરવામાં આવશે.

Niraj Patel