ખબર

ખુદ સરકારે આપી માહિતી: ‘પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ સારવાર માટે ખરેખર ફાયદેમંદ છે? જાણો

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાઈ ગયો છે ત્યારે હજુ સુધી આ વાયરસથી બચવાનો કોઈ ઉપાય મળ્યો નથી, ના તેની કોઈ દવા હજુ શોધી શોધાઈ નથી, કોરોના સામે બચાવનો એક જ રસ્તો મળ્યો હતો અને એ હતો પ્લાઝ્મા થેરેપી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે પણ સાવચેત કરવામાં આવ્યા છે.

Image Source

કોરોના વાયરસમાં એકમાત્ર આશાના કિરણ સમાન પ્લાઝ્મા થેરેપીને જોવામાં આવતી હતી, દિલ્હી સહીત ઘણા રાજ્યોમાં આ થેરેપીનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા આ થેરેપીને લઈને સચેત કરવામાં આવ્યા છે, કહેવામાં આવ્યું છે કે આ થેરેપીને હજુ સુધી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી હજુ મંજુર કરવામાં નથી આવ્યું.

વધુમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ થેરેપીને હમણાં ફક્ત ટ્રાયલના રૂપમાં અને રિસર્ચના રૂપમાં જ આજમાવી શકાશે, ગાઈડલાઇનનું જો યિંગ રીતે પાલન નહિ કરવામાં આવે તો આ ખતરનાક પણ સાબિત થઇ શકે છે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે: “કોરોના વાયરસના ઈલાજ માટે હજુ સુધી દુનિયામાં કોઈ પણ મંજુર થિયેરી નથી, પ્લાઝ્મા પણ નહીં, આ પણ હજુ પ્રયોગના સ્તર ઉપર જ છે. આને લઈને હજુ કોઈપણ એવી સાબિતી નથી કે તેનો ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરી શકાય છે. અમેરિકા દ્વારા પણ તેને એક્સપેરિમેન્ટના રૂપમાં જ લેવામાં આવ્યું છે.

સ્વસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આઈસીએમઆર દ્વારા એક નેશનલ સ્ટડી લોન્ચ કરવામાં આવી છે. જેની અંદર પ્લાઝ્મા થેરીપીના પ્રભાવનું અધ્યયન કરવામાં આવશે.  જ્યાં સુધી આ અધ્યયન પુનર નથી થઇ જતું ત્યાં સુધી પ્લાઝ્મા થેરીપીને આઈસીએમઆર મંજૂરી નહીં આપે.

Image Source

ઘણા લોકો હજુ પ્લાઝ્મા થેરીપી વિષે નથી જાણતા તો તેમને જણાવી દઈએ કે પ્લાઝ્મા થેરેપી બહુ જ જૂની ટેક્નિક છે, ગઈ સદીમાં જયારે સ્પેનિશ ફલૂ ફેલાયો હતો ત્યારે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ ઘણો જ કારગર સાબિત થયો હતો, આ થેરેપીની અંદર બીમારીથી સાજા થઈ ગયેલા દર્દીઓના લોહીમાંથી પ્લાઝ્મા લઈને બીમાર લોકોને ચઢાવવામાં આવતો હતો, સાજા થઇ ગયેલા દર્દીઓના એન્ટિબોડીથી બીમાર લોકોને રોકાવરીમાં મદદ મળે છે. જેનાથી બીમાર વ્યક્તિના શરીરમાં વાયરસ કમજોર પડવા લાગે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.