BREAKING NEWS: બિલ્ડિંગ સાથે ટકરાયુ પ્લેન અને પછી દુકાન પર જઇને પડ્યુ, 10 લોકોના મોત; લાશોના ઢગલા થયા; જુઓ વીડિયો

બ્રાઝિલના લોકપ્રિય પર્યટન શહેર ગ્રામાડોમાં એક પ્લેન દુર્ઘટનાનો શિકાર થઇ ગયુ. આ પ્લેન સીધું લોકોના ઘર અને દુકાનો પર પડ્યું હતું. આ અકસ્માતમાં પ્લેનમાં હાજર એક જ પરિવારના તમામ 10 લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં તમામ 10 મુસાફરો ઉપરાંત એક ક્રૂ મેમ્બરનું પણ મોત થયું હતું. જમીન પર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

જણાવી દઈએ કે પ્લેન સૌથી પહેલા ઘરની ચીમની સાથે અથડાયું અને આ પછી તે એક બિલ્ડિંગના બીજા માળે અથડાઇ સીધું ગ્રામાડો શહેરના એક મોટા રહેણાંક વિસ્તારમાં એક મોબાઇલ ફોનની દુકાનમાં પડ્યુ. હજુ ઘણા લોકોની હાલત અત્યંત ગંભીર છે. જો કે એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માતનું કારણ શું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ મુસાફરો રિયો ગ્રાંડે ડો સુલ રાજ્યથી સાઓ પાઉલો રાજ્ય જઈ રહ્યા હતા. રવિવારે 10 લોકોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું હતું. સિવિલ ડિફેન્સના અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે અકસ્માતમાં કોઈ બચ્યું ન હતું. રાજ્યના જાહેર સુરક્ષા કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 15 લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના લોકો આગને કારણે ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્લેન પહેલા બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું હતું, પછી ફર્નિચર સ્ટોર સાથે અથડાતા પહેલા ઘરના બીજા માળે અથડાયું હતું. સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફૂટેજમાં દુર્ઘટના સ્થળે વિખેરાયેલા મકાનો અને દુકાનો જોઇ શકાય છે.

Shah Jina