ચાલુ વિમાનમાં પહેલીવાર થઇ પાયલોટની અદલા બદલી, પરંતુ એ દરમિયાન જ થયું એવું કે…વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેને કરોડો લોકોના હોશ ઉડાવીને રાખી દીધા છે, કારણ કે આ વીડિયોની અંદર એક દિલ ધડકડ કારનામુ થતું જોવા મળી રહ્યું છે.

જે ઘટના સામે આવી છે તેમાં બે પાયલોટે અનોખો સ્ટંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે બંને હવામાં ઉડતા વિમાનોને અદલાબદલી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો. આમાંના એક વિમાન ક્રેશ થઇ ગયું  હતું અને તે જમીન પર તૂટી પડ્યું હતું.

લ્યુક આઇકિન્સ અને એન્ડી ફેરિંગ્ટન નામના બે સ્કાયડાઇવર્સ કઝિનોએ સ્ટંટ કરવાનો પ્રયાસ કર્યો. બંને અલગ-અલગ વિમાનોથી આકાશમાં પહોંચ્યા. ચોક્કસ ઊંચાઈ પર પહોંચ્યા પછી, તેઓ બંને વિમાનોને અદલાબદલી કરવાના હતા. આ દરમિયાન બંને પ્લેન ખાલી રહ્યા હતા. પછી બંને સુરક્ષિત રીતે જમીન પર ઉતરશે તેવી યોજના બનાવવામાં આવી હતી.

પરંતુ બધું યોજના મુજબ થયું ન હતું. જે વિમાનમાં ફરિંગ્ટન જવાનો હતો. તે કાબૂ બહાર નીકળી ગયું. તે ઝડપથી નીચે જવા લાગ્યું. જેના કારણે ફેરિંગ્ટન તેમાં ચઢી શક્યો ન હતો. જો કે, આઇકિન્સ તેનો સ્ટંટ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. પરંતુ ફરિંગ્ટનને લેન્ડ કરવા માટે પેરાશૂટનો ઉપયોગ કરવો પડ્યો. તમને જણાવી દઈએ કે આ સ્ટંટ સેસના 182 પ્લેનથી અજમાવવામાં આવ્યો હતો.

પ્લેનના સફળતા પૂર્વક ઉતરાણ પછી, ફેરિંગ્ટને કહ્યું – બધી ગણતરીઓ સાચી હતી. આયોજિત યોજના મુજબ બધું થયું. પણ સફળતા ન મળી. પણ છેવટે અમે બંને અહીં છીએ. અમે બંને ઠીક છીએ અને દરેક સુરક્ષિત છે. મારા મતે આ સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો. જો કે, એવું લાગે છે કે આ પછી પણ, બંને પ્લેન સ્વેપનો આ સ્ટંટ ફરીથી અજમાવી શકે છે. યુએસએ ટુડે અનુસાર, એકિન્સે કહ્યું છે કે અમે પાછા જઈશું અને તેના પર કામ કરીશું.

Niraj Patel