દિલ્હીના ઓવરબ્રિજ નીચે ફસાયું એર ઇન્ડિયાનું વિમાન, વીડિયો થયો વાયરલ, જાણો “આવું કેવી રીતે થયું ?”

વિમાનને આપણે હવામાં ઉડતું હોયુ હશે, ઘણા લોકોએ વિમાનની સફર પણ માણી હશે, પરંતુ કોઈએ ક્યારેય વિમાનને રોડ ઉપર ઉભેલું જોયું છે ? આપણે એ રોડની વાત કરીએ છીએ જેના ઉપર સામાન્ય વાહનો અવર જ્વર કરતા હોય. હા, ઘણા વીડિયોની અંદર આપત્કાલિન સ્થિતિમાં પ્લેનને રોડ ઉપર ઉતારવું પડતું આપણે જોયું હશે, પરંતુ હાલ દિલ્હીમાં એક એવો નજારો જોવા મળ્યો જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા.

રવિવારના રોજ સવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. જેમાં દિલ્હી એરપોર્ટની બહાર દિલ્હી-ગુરુગ્રામ હાઇવે ઉપર એક ફૂટ ઓવરબ્રિજની નીચે એર ઇન્ડિયાનું વિમાન ફસાયેલું જોવા મળ્યું.  જેની તસ્વીર જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા હતા અને એ વિચારવા માટે મજબુર બની ગયા હતા કે આખરે રોડ ઉપર આવી રીતે વિમાન પહોંચ્યું કેવી રીતે ?

જો કે એરલાઇન્સ દ્વારા આ વાતની ખાતરી કરવામાં આવી હતી કે આ વિમાન કોઈ દુર્ઘટના ગ્રસ્ત નથી પરંતુ જૂનું અને ખરાબ થઇ ચૂકેલું છે. જેને એર ઇન્ડિયા દ્વારા વેચવામાં આવ્યું હતું અને વિમાનના માલિક દ્વારા તેને લઇ જવામાં આવી રહ્યું હતું.  આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લેનની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ એર ઇન્ડિયાના પ્રવકતાએ કહ્યું કે, “આ એક જૂનું અને ખરાબ થઇ ગયેલું વિમાન છે, જેને અમે પહેલાથી જ વેચીચુક્યા છીએ . તેમાં કોઈ વધારાની જાણકારી નથી કારણ કે તેને એ વ્યક્તિ લઇ જઈ રહ્યો હતો જેને આ વેચવામાં આવ્યું હતું.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે પુલની નીચે વિમાન ફસાયેલું છે અને હાઇવેની એકબાજુ વાહનો પસાર થતા જોઈ શકાય છે. તો બીજી તરફ વિમાનના ફસાઈ જવાના કારણે ટ્રાફિક પણ થતો જોવા મળી રહ્યો છે. વિમાનનો આગળનો ભાગ અને વચ્ચેનો ભાગ ફૂટ ઓવરબ્રિજની નીચેથી પાર થઇ ગયો છે પરંતુ પાછળનો ભાગ ફસાઈ ગયો છે.

Niraj Patel