ખબર

કેરલ પ્લેન ક્રેશમાં એર ઇન્ડિયાની ફ્લાઇટના ચીથરે ચીથરા ઉડી ગયા, જુઓ પહેલીવાર તસ્વીરો આવી સામે

ભારતમાં કેરળના કોઝિકોડમાં કારીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન દુબઈથી આવતું હતું અને તેની અંદર 180 કરતાં પણ વધારે મુસાફરો સવાર હોવાનું જણાવાયું છે.

રનવે પર લપસી પડવાના કારણે આ અકસ્માત થયો હતો. દુબઇથી કાલિકટ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન અકસ્માતને કારણે અકસ્માત સર્જાયો હતો. રનવેથી આગળ નીકળી જવાના કારણે આ ઘટના ઘટી હતી. પ્લેન આગળથી તૂટીને બે ભાગમાં વહેંચાઈ જવાની પણ વાત કરવામા આવી રહી છે.

આ દુર્ઘટના ભારે વરસાદ વચ્ચે evening 7:45 PM વાગ્યે બની હતી. આ અંગે કોન્ડોટી પોલીસે જણાવ્યું હતું કે, દુબઇ-કોઝિકોડ એર ઇન્ડિયાની ફ્લાઇટ(IX-1344)નું આજે સાંજે 7:45 PM વાગ્યે કરિપુર એરપોર્ટ પર ઉતરાણ સમયે ક્રેશ લેન્ડિંગ થયું હતું.

પ્રાપ્ત ઇન્ફોર્મેશન પ્રમાણે, આ દુર્ઘટનામાં પાયલોટનું મોત થયું છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયું હોવાનું જણાય આવે છે.

રાહત અને બચાવ કામગીરી માટે NDRFની એક ટીમ કોઝિકોડ માટે રવાના થઇ ચૂકી છે. NDRFના 50 જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરથી NDRFના માણસોને મોકલવામાં આવી છે.

હોમ મિનિસ્ટ્રી અમિત શાહનું ટ્વિટ
એર ઇન્ડિયા પેલન દુર્ઘટના અંગે સાંભળીને દુખ થયું. રેસ્ક્યૂ માટે NDRFની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા છે.

કોવિડ 19ની મહામારીના લીધે ફોરેન ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું.

આ ઇન્સિડેન્ટમાં એક પાયલટ અને 2 પેસેન્જરના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.

ભારતના કેરળના કોઝિકોડ એરપોર્ટ પર આજે 8 સાંજે વાગ્યા આસપાસ મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. આ પ્લેનમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતા.

તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 5 કેબિન ક્રૂ) સામેલ હતા. કેન્દ્રીય મિનિસ્ટર વી. મુરલીધરનના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં પ્લેનના બન્ને પાયલટનું મૃત્યુ થયું છે. 35 જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

ઍર ઈન્ડિયાની ફ્લાઇટ અનહોની મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કેરલના CM સાથે ફોન પર વાત કરી. કેરલના મુખ્યમંત્રી વિજયને દુર્ઘટના અને હાલ ચાલી રહેલ રેસ્ક્યુ ઑપરેશન ની ઇન્ફોર્મેશન આપી.

CISFના Director જનરલ રાજેશ રંજને કહ્યું કે, અમારી ટિમ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ત્યારે દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબર (0565463903, 0543090572, 0543090572, 0543090575) પણ જાહેર કરવામાં આવ્યા છે.