ટ્રેને ઉડાવી દીધા પ્લેનના પરખચ્ચા, પોલિસવાળાએ પોતાના જીવ પર રમીને પાયલટને બચાવ્યો, ઘટના થઇ વીડિયોમાં કેદ

પ્લેન ક્રેશ થવું હંમેશા ખતરનાક હોય છે, પરંતુ કલ્પના કરો કે જો કોઈ પ્લેન ક્રેશ થાય અને ટ્રેનના પાટા પર પડી જાય અને તે જ સમયે સામેથી કોઈ ટ્રેન આવે તો… સાંભળીને જ પરસેવો છૂટી ગયો ને. આવી ઘટના હાલ સામે આવી છે જ્યારે ટ્રેન પાટા પર આવી અને ત્યાં એક પ્લેન ક્રેશ થયું. આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયાની છે. રીપોર્ટ અનુસાર, કેલિફોર્નિયાના પકોઈમાથી એક નાનું પ્લેન ટેકઓફ થયું હતું, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે તે ટેકઓફ થતાની સાથે જ નજીકના રેલવે ટ્રેક પર ક્રેશ થઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે પ્લેન પાટાની બરાબર વચ્ચે પડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુ ટીમ સહિત અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ જેવા તે સ્થળ પર પહોંચ્યા તેમણે ટ્રેક પર ટ્રેન આવતી જોઈ. સદ્ભાગ્ય એ હતું કે ટ્રેન ત્યાં પહોંચે તેની એક સેકન્ડ પહેલા તેમણે ટ્રેનના પાયલટને બહાર ખેંચી લીધો અને તે માંડ માંડ બચી ગયો. જો સહેજ વાર પણ પાયલટને બહાર નીકાળવાનું મોડુ થઇ જતુ તો પાયલટનો જીવ જતો રહેતો.

પાયલોટ લોહીલુહાણ હાલતમાં પ્લેનની અંદર ફસાઈ ગયો હતો. લોસ એન્જલસ પોલીસ વિભાગે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રેલ્વે ટ્રેક પર ક્રેશ થયેલા પ્લેનને બચાવવાનો પ્રયાસ કરી રહેલી રેસ્ક્યુ ટીમે જોયું કે સામેથી ટ્રેન આવી રહી છે, તેથી તેઓએ તરત જ પાયલટને બહાર ખેંચી લીધો. આ પહેલા જે પ્લેન રેલ્વે ટ્રેક પર ક્રેશ થયું હતું તે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, જોકે આ નાના પ્લેનમાં કોઈ મુસાફરો નહોતા.

પોલીસકર્મીઓના ખભા પર લાગેલા કેમેરામાં આ ઘટનાનો વીડિયો લાઈવ રેકોર્ડ થયો હતો, જેને જોઈને કોઈનું પણ દિલ ધ્રૂજી ઊઠે. સ્વાભાવિક છે કે જો પોલીસકર્મીઓએ પાયલટને બચાવીને બહાર કાઢ્યો ન હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. ખુદ લોસ એન્જલસ પોલીસ વિભાગે આ ઘટનાનો વીડિયો શેર કરીને પોલીસકર્મીઓના વખાણ કર્યા છે.

Shah Jina