ખબર

પ્લેન ક્રેશ મોટો ખુલાસો: ફ્લાઈટની અંદર હતો એક કોરોના પોઝિટિવ, પછી જે થયું તે

કેરળમાં શુક્રવારે ઈવનીંગમાં થયેલી એક પ્લેન ક્રેશ દુર્ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. દુર્ઘટનામાં ઇજા પામેલા થયેલા પેસેન્જરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા યાત્રીકોના પરિવારજનો તો સ્થળ પર પહોંચી રહ્યાં છે, પરંતુ દુખની વાત છે કે હવે ઈજાગ્રસ્તો કોઈને મળી શકશે નહીં.

આ નિર્ણય એક મૃતક યાત્રીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લેવામાં આવ્યો છે. બીજીતરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના દાવા પર વિશ્વાસ કરીએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસનું પ્લેન કોઝિકોડ એરપોર્ટ પર રનવેથી લગભગ 1 હજાર મીટર પહેલા જ ટેક્સી-વેની પાસે ટકરાયું હતું.

કેરળના કોઝિકોડમાં ગઈકાલે એક દુઃખદ ઘટના ઘટી. રનવે ઉપર જ એક Flight Crash થઇ છે અને 191 યાત્રીઓમાંથી 18 યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી 1 મૃત યાત્રી કોરોના પોઝિટ આવ્યો હતો. આ વિમાન દુબઈથી આવી રહ્યું હતું.

કેરળના ઉચ્ચ શિક્ષા મંત્રી કે ટી જલીલે સંવાદદાતાઓને જણાવ્યું કે 45 વર્ષીય યાત્રી સુધીર વરયથના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેના કોરોના વાયરસ સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે.

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે મૃતક સમેત બધા  જ યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્વસ્થ્ય મંત્રી કે કે શૈલેજાએ કહ્યું છે કે બચાવ કાર્યમાં લાગેલા બધા જ કર્મચારીઓએ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરવો જોઈએ અને સાથે જ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં જવાની સાથે કોવિડ-19ની તપાસ પણ કરાવવી જોઈએ.

Image Source

કેરળ સરકારે કરીપૂર આંતરાષ્ટ્રીય એરપોર્ટના રનવે ઉપર એયર ઇન્ડિયાના એક્સપ્રેસ વિમાનના ઉતરવા સમયે આ દુર્ઘટનાનો શિકાર બનેલા મૃતકોના પરિવારજનોને શનિવારે દસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજયને ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સંવાદદાતાઓને કહ્યું છે કે લગભગ 18 લોકોના મૃત્યુ થયા અને 149ને મલ્લપુરમ અને કોઝિકોડ જિલ્લાના અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

વિજયને સંવાદાતાઓને જણાવ્યું હતું કે: “રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને દસ-દસ લાખ રૂપિયાની સહાય કરશે. જે લોકોની સારવાર ચાલી રહી છે તેમનો ચિકિત્સા ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.” મુખ્યમંત્રીએ જણાવ્યું કે “18 લોકોના મૃત્યુ થયા છે જેમાંથી 14 વયસ્ક અને 4 બાળકો છે.”

કેરલના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ માહિતી આપી હતી કે, 45 વર્ષીય યાત્રી સુધીય વાયર્થના સેમ્પલ ટેસ્ટ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે એરપોર્ટમાં રેસ્ક્યૂ કાર્યમાં લાગેલા ઘણા ખરા લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે જે લોકો પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત થયા છે એમના ફેમિલી વાળાઓ પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. તેને કોરોના વાયરસના ડરથી પોતાના લોકોથી દૂર રાખવામાં આવશે. તેઓ ઈજાગ્રસ્તોને મળી શકશે નહીં

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.