કેરળના કોઝિકોડમાં ગઈકાલે એક દુઃખદ ઘટના ઘટી. રનવે ઉપર જ એક પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું અને 191 યાત્રીઓમાંથી 18 યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી 1 મૃત યાત્રી કોરોના પોઝિટ આવ્યો હતો. આ વિમાન દુબઈથી આવી રહ્યું હતું.
કેરળના ઉચ્ચ શિક્ષા મંત્રી કે ટી જલીલે સંવાદદાતાઓને જણાવ્યું કે 45 વર્ષીય યાત્રી સુધીર વરયથના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેના કોરોના વાયરસ સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે.
કેરળના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે મૃતક સમેત બધા જ યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્વસ્થ્ય મંત્રી કે કે શૈલેજાએ કહ્યું છે કે બચાવ કાર્યમાં લાગેલા બધા જ કર્મચારીઓએ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરવો જોઈએ અને સાથે જ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં જવાની સાથે કોવિડ-19ની તપાસ પણ કરાવવી જોઈએ.

કેરળ સરકારે કરીપૂર આંતરાષ્ટ્રીય એરપોર્ટના રનવે ઉપર એયર ઇન્ડિયાના એક્સપ્રેસ વિમાનના ઉતરવા સમયે આ દુર્ઘટનાનો શિકાર બનેલા મૃતકોના પરિવારજનોને શનિવારે દસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજયને ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સંવાદદાતાઓને કહ્યું છે કે લગભગ 18 લોકોના મૃત્યુ થયા અને 149ને મલ્લપુરમ અને કોઝિકોડ જિલ્લાના અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
Kerala CM Pinarayi Vijayan has announced a compensation of Rs 10 lakhs to the next of kin of each passenger who died in the #AirIndiaExpress crash that took place at the Karipur International Airport yesterday: Kerala Chief Minister’s Office (CMO) pic.twitter.com/TQy6vEOjve
— ANI (@ANI) August 8, 2020
વિજયને સંવાદાતાઓને જણાવ્યું હતું કે: “રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને દસ-દસ લાખ રૂપિયાની સહાય કરશે. જે લોકોની સારવાર ચાલી રહી છે તેમનો ચિકિત્સા ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.” મુખ્યમંત્રીએ જણાવ્યું કે “18 લોકોના મૃત્યુ થયા છે જેમાંથી 14 વયસ્ક અને 4 બાળકો છે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.