ઈમર્જન્સી લેન્ડિંગ વખતે વિમાન સળગ્યું, 190 પેસેન્જર અંદર સવાર હતા, જુઓ પછી શું થયું…
અમેરિકાના નેવાડા રાજ્યના લાસ વેગાસના હેરી રીડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ, જ્યાં હાર્ડ લેન્ડિંગ દરમિયાન ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટ નંબર 1326માં અચાનક આગ લાગી. વિમાનમાં 190 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

રીપોર્ટ અનુસાર, સેન ડિએગોથી લાસ વેગાસ જતી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટ 1326ની સાથે આ ઘટના બની હતી. વિમાનના એન્જિનમાંથી ધૂમાડો નીકળતો જોયા બાદ વાયલટે લાસ વેગાસમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માગી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી.

જો કે સદ્નસીબે તમામ 190 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરને તાત્કાલિક ઉતારી દેવાયા હતા. ફ્લાઇટમાં સવાર તમામ સુરક્ષિત છે અને કોઈપણ જાનહાનિના સમાચાર નથી. વીડિયોમાં જોઇ શકાય છે કે વિમાન રન વે પર લેન્ડિંગ કરતું હતું ત્યારે જ તેમાંથી ધૂમાડો નીકળવાનું શરૂ થયુ. એક વ્યક્તિએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
हैरी रीड इंटरनेशनल एयरपोर्ट पर शनिवार को एक बड़ा विमान हादसा हुआ, जहां फ्रंटियर एयरलाइंस की उड़ान संख्या 1326 में हार्ड लैंडिंग के दौरान अचानक आग लग गई।#Flights #America pic.twitter.com/Rs4usqt0q9
— Yashpal Singh Sengar यशपाल सिंह सेंगर (@YASHPALSINGH11) October 6, 2024
