ડિસેમ્બરમાં પ્રકૃતિની ગોદમાં ફરવા માટે બેસ્ટ છે ભારતના આ 5 સ્થળો

જો તમે ડિસેમ્બરમાં કોઈ એવી જગ્યાએ જવા માંગતા હોવ, જે સંપૂર્ણપણે અલગ અને પ્રકૃતિની નજીક હોય, તો કેટલીક ખાસ જગ્યાઓની મુલાકાત તમને એક સરસ અનુભવ કરાવશે. અહીં જવાથી તમારા વેકેશનની મજા બમણી થઈ જશે.

બિનસર, ઉત્તરાખંડ : ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં આવેલું આ શહેર તેના સુંદર નજારા માટે જાણીતું છે. તમે અહીં બિનસર વન્યજીવ અભયારણ્યની પણ મુલાકાત લઈ શકો છો.

તવાંગ, અરુણાચલ પ્રદેશ : જો તમારે ડિસેમ્બરમાં કોઈ એવી જગ્યાએ જવું હોય જ્યાં તમે બરફવર્ષા અને ઠંડીનો આનંદ માણી શકો, તો આ તમારા માટે પરફેક્ટ ઓફબીટ ડેસ્ટિનેશન હશે. ડિસેમ્બરમાં, આ હિલ સ્ટેશન સફેદ બરફની ચાદરથી ઢંકાયેલું રહે છે.

ગોકર્ણ, કર્ણાટક : જો તમે સમુદ્ર કિનારે રજાઓની મજા માણવા માંગતા હોવ તો તમે ગોકર્ણ જઈ શકો છો. ગોકર્ણ એ ભારતના સૌથી સુંદર બીચ સ્થળોમાંનું એક છે.

કાલિમપોંગ, પશ્ચિમ બંગાળ : કાલિમપોંગ પશ્ચિમ બંગાળનું એક સુંદર હિલ સ્ટેશન છે, જે હિમાલયના પર્વતોની વચ્ચે આવેલું છે. અહીં તમે પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે આરામની પળો વિતાવી શકો છો.

હલેબીડુ, કર્ણાટક : ઐતિહાસિક રીતે તે કર્ણાટકનું મહત્વનું શહેર છે. અહીં તમે હોયસલા સ્થાપત્યના સુંદર મંદિરો જોઈ શકો છો.

YC