ભારત દેશની એવી કેટલીક જગ્યાઓ જ્યાં ભારતીયોને જ જવાની છે સખ્ત મનાઈ, જાણો..

ભારતીયોને નો એન્ટ્રી ! આ 5 જગ્યાએ ભૂલથી પણ જવાની હિમ્મત ન કરતા, નહિ તો કાઢી મુકશે…

ફરવાનો શોખતો બધાને હોય છે. ભારતીયો જેટલા આપણા દેશમાં નહિ ફર્યા હોય તેનાથી વધારે આનંદ તો વિદેશ ફરવાનો હોય છે. આપણા દેશમાં એવી ઘણી બધી સુંદર જગ્યાઓ છે જે વિદેશી જગ્યાને ટક્કર આપે છે. પરંતુ આપણા જ દેશમાં એવી ઘણી બધી જગ્યા છે જ્યાં વિદેશીઓ આવી શકે છે પરંતુ ભારતના લોકો માટે ત્યાં જવાની મનાઈ છે. આજે અમે જણાવીશું એવી કેટલીક જગ્યાઓ જ્યાં ભારતીયોને જવાની મનાઈ છે.

1. યૂનો-ઈન હોટેલ, બેગલુરુ, કર્ણાટક :  બેગલુરૂમાં સ્થિત આ હોટેલ 2012માં ખાસ કરીને જાપાની લોકો માટે બનાવવામાં આવી હતી. જયારે આવા બીજા ઘણા કિસ્સા સામે આવ્યા ત્યારે તે વિવાદોમાં આવી ગયું હતું જયાં હોટલ સ્ટાફે કથિત રૂપથી ભારતીયોને રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં જવાથી રોકી દીધા હતા. ત્યારબાદ આ બાબતને લઈને વિવાદ થયો હતો અને વર્ષ 2014માં ગ્રેટર બેગ્લોર સીટી કોર્પોરેશને જાતીય ભેદભાવના આરોપમાં તે હોટેલ બંધ કરાવી દીધી હતી.

2. ફ્રી કસોલ કેફે, કસોલ, હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશના કસોલમાં સ્થિત આ કેફે વર્ષ 2015માં તે વખતે ચર્ચામાં આવ્યું હતું. ત્યારે ખબર એવી હતી કે તેના માલિકે એક ભારતીય મહિલાને ખાવાનું પરોસવાની ના પાડી હતી, જોકે મહિલાઓનું ત્યાં સ્વાગત થતું હોય છે. તેને લઈને ખુબ જ વિવાદ થયો હતો, જોકે કેફેના માલિકનું કહેવું છે કે અહીંયા આવવાવાળા મોટાભાગના ભારતીય પર્યટક પુરુષ હોય છે, જે બહારથી આવતા લોકો સાથે ખરાબ રીતે વર્તન કરતા હોય છે.

3. બ્રોડલેન્ડ લોજ, ચેન્નઈ, તામિલનાડુ : ચેન્નઈમાં ‘ફિરંગ’ના સ્વરૂપે નામ બનાવી ચુકેલો આ લોજ ‘નો ઇન્ડિયન પોલિસી’ પર ચાલે છે. લોજમાં એજ લોકો રોકાઈ શકે છે જેની પાસે વિદેશી પાસપોર્ટ હોય. તેમની ભેદભાવ વાળી નીતિના કારણે તે લોજ છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચામાં પણ રહ્યું હતું.

4. ફોરેનર્સ ઓન્લી બીચ, ગોવા : ગોવામાં ઘણા બધા પ્રાઇવેટ બીચ છે જ્યાં ભારતીયોને જવાની મનાઈ છે. બીચના માલિકોનું કહેવું છે કે આવું તે ‘બિકી’ પહેરેલી વિદેશી પર્યટકોને હેરાન કરવાથી બચાવવા માટે કરતા હતા. તેમનું કહેવું ભલે બીજું કઈ હોય પરંતુ એ વાત તો સાચી છે કે – ભારતીય લોકોને ત્યાં જવાની મનાઈ છે.

5. પુદુચ્ચેરીનો ‘ફોરેનર્સ ઓન્લી બીચ’ : ગોવાની રીતે અહીંયા પણ ઘણા બીચ પર વિદેશીઓને જ જવાની પરવાનગી છે ભારતીયો માટે ત્યાં જવાની મનાઈ છે અને કારણ પણ એ જ બતાવે છે કે ‘ ખરાબ નજરના લીધે’. આમાંથી કેટલી જગ્યાઓ વિશે તમને જાણકારી હતી ? તમે આવી કોઈ બીજી જગ્યાઓ વિશે જાણતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.

Patel Meet