સોશિયલ મીડિયામાં વાયરલ થયો બૉમ્બ વાળા પીઝાનો વીડિયો, જોઈને લોકો પણ બરાબરના બગડ્યા… તમે પણ જુઓ

ક્યારેય જોયો છે બૉમ્બ પીઝા ? લોકો પણ જોઈને રહી ગયા હક્કાબક્કા, બોલ્યા “આને પીઝા કેવી રીતે કહી શકાય ?”, જુઓ તમે પણ

ઇન્ટરનેટ પર ઘણા બધા ફૂડ બ્લોગર દ્વારા ખાણીપીણીના વીડિયો સતત શેર કરવામાં આવતા હોય છે. ઘણીવાર આવા ફૂડ બ્લોગર કેટલીક એવી વાનગીઓ પણ શેર કરતા હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે અને તેને ખાવા માટે પણ લલચાતા હોય છે, તો ઘણીવાર કેટલીક વાનગીઓ સાથે અખતરા થતા જોઈને લોકોનું દિમાગ પણ બગડતું હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે આ લેટેસ્ટ મામલો બોમ્બ પિઝાનો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે માથું પકડી લીધું છે. કારણ કે લોકોએ રેસ્ટોરન્ટમાં જઈને અલગ અલગ પ્રકારના પીઝા તો ખાધા છે પરંતુ બૉમ્બ પીઝા પહેલીવાર જોયા અને સાંભળ્યા છે.

વાયરલ વીડિયો એક રેસ્ટોરન્ટનો છે જ્યાં ગ્રાહકોને વિચિત્ર દેખાતા બોમ્બ પિઝા પીરસવામાં આવે છે. પ્રથમ વેઈટર પ્લેટમાં બલૂન જેવી વસ્તુ લાવે છે, જેને તે આગ લગાડે છે. આગ બુઝાવવાના થોડા સમય પછી, તે વિચિત્ર દેખાતી વસ્તુને કાપી નાખે છે જેમાંથી પિઝા બહાર નીકળતો પણ જોવા મળી રહ્યો છે.

વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને ઘણા યુઝર્સે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું કે, ‘આ શું ખરાબ વાત છે? શું તમે તેને પિઝા કહી રહ્યા છો?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ખાધા પછી ચોક્કસપણે પેટમાં વિસ્ફોટ થશે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel