ખબર

પિયુષ જૈને જપ્ત ખજાનો કોર્ટ પાસેથી માંગ્યો પરત, કહ્યું, “ટેક્સ પેનલ્ટીના 42 કરોડ કાપીને બીજા પાછા આપો !”

કરોડો રૂપિયાનું કાળું નાણું રાખનાર વ્યવસાયી પિયુષ જૈન હવે છાપામારીમાં પકડાયેલા ખજાનાને કોર્ટ પાસે પરત માંગવા માટે ગયો છે. GST ઇન્ટેલિજન્સના મહાનિદેશાલય (DGGI)ને કહ્યું કે તેમના પરિસરમાંથી જપ્ત કરવામાં આવેલી રોકડને ટેક્સ અને દંડ કાપીને પરત કરી દો. પિયુષ જૈનની ટેક્સ ચોરીના મામલામાં ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ 14 દિવસની ન્યાયિક હિરાસતમાં છે.

વિશેષ લોક અભિયોજક અમીરશ ટંડને બુધવારના રોજ એક કોર્ટને સૂચિત કર્યું કે પિયુષ જૈને ખુલાસો કર્યો છે કે તેમને ટેક્સ ચોરી કરી છે. તેના ઉપર 52 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. જો કે, પિયુષ જૈનના વકીલે કોર્ટને કહ્યું કે DGGI નિર્દેશ આપે કે વ્યાપારી ઉપર નીકળતા 52 કરોડ રૂપિયા દંડના રૂપમાં કાપી લે અને બાકીની રકમ તેમને પરત કરીદે .

ટંડને એ કહેતા જવાબ આપ્યો કે મળી આવેલી રકમ ટેક્સ ચોરીની આવક હતી અને તેને પરત ના કરી શકાય. તેમને કહ્યું કે જૈન વધારાના 52 કરોડ રૂપિયા દંડ આપવા ઈચ્છે તો DIGGI તેનો સ્વીકાર કરશે.  જપ્ત કરવામાં આવેલી રકમ 42 બોક્સમાં રાખીને બેંકમાં જમા કરવામાં આવી છે.

ટંડને જણાવ્યું કે કાનપુરમાં 177 કરોડ 45 લાખ રૂપિયા મળી આવ્યા છે જેને બે વાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવામાં આવ્યા છે. પહેલીવાર 25 બક્સમાં 109 કરોડ 34 લાખ 74 હજાર 240 રૂપિયા જયારે બીજીવારમાં 17 બોક્સમાં 68 કરોડ 10 લાખ 27 હજાર રૂપિયા રકમ મોકલવામાં આવી છે.

ટંડને કહ્યું કે બેંકમાં જમા રકમને ભારત સરકારના નામથી એફડીઆઈ કરવા માટે ડિજીજીઆઈ તરફથી લેટર આપવામાં આવ્યો છે. તેમને પુછવામા આવ્યું કે શું પિયુષ જૈનને ફાયદો પહોંચવા માટે ડિજીજીઆઈએ જપ્ત કરેલી રકમ બિઝનેસનું ત્રણ ઓવર માન્યું છે ? તેમને કહ્યું કે એવું નથી.

જાણવા મળી રહ્યું છે કે પિયુષ જૈને કાનપુરમાં ત્રણ કંપનીઓ બનાવી હતી. તેને તેના નિવેદનમાં સ્વીકાર કર્યો છે કે મેં આ કંપનીઓ દ્વારા ચાર વર્ષમાં ગુપ્ત રૂપથી પાન મસાલા કમ્પાઉન્ડ વેચ્યું હતું. તેને માલ કોની પાસેથી ખરીદ્યો, કોને વેચ્યો તેનો ખુલાસો નથી કર્યો જેનાથી સાબિત થતું કે તેને ટેક્સ ચોરી દ્વારા રકમ ભેગી કરી.

મળતી માહિતી મુજબ પિયુષ જૈને સોનાના સ્વિત્ઝરલેન્ડ કનેક્શનને છુપાવવા માટે કંપનીના નામ પર ઉઝરડા કર્યા છે. ડીઆરઆઈને શંકા છે કે જે કંપનીઓના નામ ઉઝરડા કરીને ભૂંસી નાખવામાં આવી છે તે બે કંપનીઓ છે અને બંને કંપનીઓ સ્વિત્ઝર્લેન્ડ કનેક્શન ધરાવે છે. બંને કંપનીઓ સ્વિત્ઝર્લેન્ડમાં સોનું વેચવાનો બિઝનેસ કરે છે.