પિયુષ ધાનાણીથી થઇ હતી ધોલાઈ, જાહેરમાં જ મહિલાએ ઉપરા ઉપરી તમાચા ઝીંકી દીધા હતા, વાયરલ વીડિયો જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

જાહેરમાં જ મહિલાએ પિયુષ ધાનાણીને ઉપરા ઉપરી તમાચા ઝીંકી દીધા હતા, વાયરલ વીડિયો જુઓ

Piyush Dhanani was slapped by a woman : સુરતમાં છેલ્લા ઘણા સમયથી પિયુષ ધાનાણી સતત ચર્ચામાં રહે છે. રોંગ સાઈડમાં જતા લોકોને અટકાવવા માટે તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે. ઘણીવાર રોન્ગ સાઈડમાં લોકો જતા હોય ત્યારે પિયુષ ધાનાણી તેમને અટકાવતા હોય ત્યારે લોકો ગુસ્સે પણ ભરાઈ જતા હોય છે. હાલ પણ એક એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા પિયુષ ધાનાણીને લાફો મારતી જોવા મળી રહી છે. આ વીડિયો એપ્રિલ 2024 માં વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પિયુષ ધાનાણીને એક મહિલા એક પછી એક બે લાફા મારી રહી છે. આસપાસ ઘણા લોકો પણ ઉભેલા જોવા મળે છે. વીડિયો પ્રમાણે આ માથકૂટ એટલા માટે થઇ હતી કે પિયુષ ધાનાણીએ મહિલાને ચાલુ વાહન પર ફોન કરતા અટકાવી હતી. જેના બાદ મામલો ઉગ્ર બન્યો અને મહિલાએ પિયુષને તમાચા પણ મારી દીધા હતા.

આ વીડિયો પિયુષ ધાનાણીએ પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. સાથે જ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેના પર હવે યુઝર્સ પોતાના અલગ અલગ પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો પિયુષ ધાનાણીનું સમર્થન કરતા કહી રહ્યા છે કે ચાલુ વાહને ફોન પર વાત ના કરવી જોઈએ. તો કોઈ તેમને સત્તા ના હોવા છતાં આમ કરવાને લઈને ટ્રોલ કરી રહ્યું છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel