સુરતમાં રોન્ગ સાઈડ જતા લોકોને અટકાવનાર પિયુષ ધાનાણીને માર માર્યા બાદ કેમેરા સામે આવીને પીયૂષે કહ્યું એવું કે.. વાયરલ થયો વીડિયો

“હું 365 દિવસ કોઈપણ જાતનાં સ્વાર્થ વગર પોલીસનું કામ કરું છું.” પિયુષ ધાનાણીનો નવો વીડિયો આવ્યો સામે, ન્યાય માટે કરી રહ્યા છે અપીલ, જુઓ શું કહ્યું ?

Piyush Dhanani new video : સોશિયલ મીડિયામાં ઘણા લોકો જાહેર જીવનમાં જાગૃતિ લાવવા માટેના કામ કરતા હોય છે, તેમાંથી એક છે સુરતના પિયુષ ધાનાણી, જે રોન્ગ સાઈડ જતા લોકોને અટકાવે છે અને તેમના વીડિયો પણ બનાવતા હોય છે. પરંતુ આજનો દિવસ તેમના માટે ખુબ જ ખરાબ રહ્યો અને આ કામ કરવું તેમને ભારે પડી ગયું. આજે નાના વરાછા ચીકુ વાડી પાસે કેટલાક વાહનચાલકોએ તેમની સાથે ઝપાઝપી કરી અને પિયુષને માર પણ માર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

પિયુષ ધાનાણીને માર્યો માર :

ત્યારે આ મામલે હવે પિયુષ ધાનાણીનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પિયુષ ધાનાણી પોતાનાં પર જીવલેણ હુમલો થયો હોવાનો દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારા પર બાઇક ચડાવી દેવાનો પ્રયાસ થયો અને વાળ ખેંચીને માર મારવામાં આવ્યો છે. આ વીડિયોમાં તેમને કહેતા સાંભળી શકાય છે કે, “હું લોક જાગૃતિ માટે ઊભો હતો. ચીકૂવાડી મેઇન બ્રિજ પાસે હું ઊભો હતો ત્યારે મને શરીરનાં વિવિધ ભાગે મારવામાં આવ્યો, મારા વાળ ખેંચવામાં આવ્યા.”

ન્યાય માટે કરી અપીલ :

આગળ તે કહે છે, “હું 365 દિવસ કોઈપણ જાતનાં સ્વાર્થ વગર પોલીસનું કામ કરું છું. હું ત્રણ કલાકથી કાપોદરા પોલીસ સ્ટેશન આવ્યો છું અને મારી અરજી લખાય રહી છે.’’ તેમણે દાવો કર્યો હતો કે આ કામ ફ્રૂટની લારી વાળાઓનું હોય શકે છે કારણ કે તે લોકોને તેમણે થોડા વખત પહેલા દબાણ હટાવવા મજબૂર કર્યા હતા.” ત્યારે હવે આ મામલો પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને એ જોવાનું રહ્યું કે આ મામલે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે.

રોન્ગ સાઈડ જતા લોકોને અટકાવતા થઇ માથાકૂટ :

ઘટના અંગે જો વાત કરીએ તો પિયુષ ધાનાણીને માર મારવાના વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે રોજની જેમ આજે પણ રોન્ગ સાઈડ જતા વાહનોને અટકાવવા માટે ઉભા હતા, આ દરમિયાન જ તેમની કોઈ સાથે માથાકૂટ થઇ જાય છે અને તે બાઈકની ચાવી લઇ લે છે, જેના બાદ એક વ્યક્તિ તેમને પાછળથી માથામાં ટપલી મારે છે અને થોડીવારમાં લાત પણ મારે છે. તમને જણાવી દઈએ કે પિયુષભાઇ આ રીતે રોજ વીડિયો પણ બનાવે છે અને રોન્ગ સાઈડ જતા લોકોને પાછા મોકલે છે, તેમના ફેસબુક પર એક લાખથી વધારે ફોલોઅર્સ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel