સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતા સુરતના પિયુષ ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ચાલુ મોપેડે મોબાઈલ પર વાત કરતી મહિલાને અટકાવી રહ્યા છે. જો કે, આ મહિલાને અટકાવવું પિયુષ ધાનાણીને ભારે પડ્યુ કારણ કે તે મહિલાએ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણીને સટાસટ લાફા ઝીંક્યા. આ દરમિયાનનો વીડિયો સામે આવ્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

જણાવી દઇએ કે, સુરતના સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પિષુય ધાનાણી અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. સૌથી વધુ ચર્ચામાં તો તે માર ખાવાની ઘટનાઓને કારણે જ રહે છે. ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી સુરતના વરાછા વિસ્તારમાંથી. એક મહિલાએ પિષુય ધાનાણીને લાફા ઝીંક્યા હતા. વિવાદની વાત કરીએ તો, આ મહિલા ચાલુ મોપેડમાં ફોન પર વાત કરી રહી હતી, જેને પિષુય ધાનાણીએ અટકાવી.

જો કે, મહિલાએ રોષે ભરાઈ ધાનાણીને લાફા ઝીંક્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયુ હતું. એવું કહેવાઇ રહ્યુ છે કે મહિલાને અટકાવનારા ધાનાણીએ પોતે જ હેલ્મેટ પહેર્યું ન હોવાથી મહિલા વિફરી હતી. આ પહેલા પણ પિષુય ધાનાણી સાથે રોન્ગ સાઈડ ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકોનો વિવાદ થઇ ચૂક્યો છે.

ધાનાણી છેલ્લા એકાદ વર્ષથી જુદા જુદા વિષયો પર અને ટ્રાફિકની સમસ્યા સામે ઝુંબેશ ઉપાડી રહ્યા છે. આ પહેલા તે લોકટોળાનો ભોગ બન્યો હતો. હંમેશા ધાનાણી લોકોને જીવ જોખમમાં ન મુકવા સંદેશ આપે છે. પણ કેટલાક લોકોને આ કાર્ય પસંદ ન પડતા તેમના સાથે વિવાદ થઇ જાય છે અથવા તો ઝપાઝપી પણ થઇ જાય છે.
View this post on Instagram
