અદ્દભુત-અજબગજબ ખબર

OMG: પિતાના મૃતદેહને નવડાવી નવા કપડાં પહેરાવી જાનમાં લઇ ગયો પુત્ર, કારણ જાણીને આંખમાં આવી જશે આંસુ

આપણે ગમે ત્યારે લગ્નમાં જતા હોય છે ત્યારે જોતા હોય છે કે,અગ્નિની સામે સાત ફેરા લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારે પણ એવું વિચાર્યું છે કે, કોઈએ પણ મૃતદેહની સામે સાત ફેરા ફર્યા હોય. પરંતુ આ ઘટના બિલકુલ સાચી છે. આ ઘટના તમિલનાડુના વિલ્લુપુરમમાં સામે આવી છે.

Image Source

તમિલનાડુના વિલ્લુપુરમમાં પુત્રના લગ્ન પહેલા પિતાનું મોત નીપજ્યું હતું. પરંતુ પિતાની આખરી ઈચ્છા પુરી કરવા માટે પુત્રએ પિતાના મૃતદેહને સામે રાખીને લગ્ન કર્યા હતા.

Image Source

તમિલનાડુના વિલ્લુપુરમાં રહેતા 31 વર્ષીય ડી.અલકઝન્ડરના લગ્ન સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ તેના પિતા દેવમણીનું શુક્રવારે અચાનક જ મોત નીપજ્યું હતું.દેવમણી તેના પુત્રના લગ્નને લઈને બહુજ ખુશ હતા. લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. દેવમણીની ઈચ્છા હતી કે, તેના પુત્રના ધામધૂમથી લગ્ન થાય, પરંતુ તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

Image Source

પિતાના મોટ બાદ ડી.અલકઝન્ડર ફેંસલો લીધો હતો કે,પિતાના અંતિમ સંસ્કાર પહેલા તેના લગ્ન કરવામાં આવે, જેથી તેમની ઈચ્છા પુરી થઇ શકે. ત્યારે ડી.અલકઝન્ડરે તેની થનારી પત્ની અન્નપૂર્ણા સાથે વાત કરી હતી. અન્નપૂર્ણા ડી.અલકઝન્ડરના આ પ્રસ્તાવ પર રાજી થઇ ગઈ હતી. બન્ને પક્ષોએ લગ્નની તમામ તૈયારીઓ કરી જાન ગઈ હતી. અન્નપૂર્ણા અને ડી.અલકઝન્ડરના લગ્ન સંપન્ન થઇ ગયા હતા.

Image Source

લગ્નદરમિયાન દુલ્હા-દુલ્હન અને પરિવારના અન્ય સદસ્યોએ મૃતદેહ સાથે ફોટો પણ પડાવ્યો હતો. જાનમાં લઈ જવા માટે મૃતદેહને નવડાવીને નવા કપડાં પણ પહેરાવ્યા હતા.

Image Source

શુક્રવારે લગ્ન કર્યા બાદ શનિવારે અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks