હેલ્થ

આ એક ડ્રાયફ્રુટ ઝડપથી ઘટાવી દેશે તમારું વજન, બીજા પણ ઘણા છે ફાયદા, અત્યારે જ વાંચો

આપણે સૌ જાણીએ છીએ કે ડ્રાયફ્રુટ શરીર માટે ખુબ જ સારા હોય છે. ડ્રાયફ્રુટ ખાવાથી શરીર પણ સ્વસ્થ રહે છે. પરંતુ ડ્રાયફ્રૂટની ઊંચી કિંમતના કારણે ઘણા લોકો તેને ખરીદી શકતા નથી. આજે મોટાભાગના લોકો વજન વધારાની સમસ્યાથી પણ હેરાન થાય છે. વળી આ લોકડાઉનના કારણે ઘરમાં જ રહેતા હોવાના કારણે ઘણા લોકોને વજનમાં પણ ઘણો જ વધારો થયો હશે. પરંતુ હાલમાં થયેલી એક શોધ પ્રમાણે ડ્રાયફ્રુટ ખાવાથી તમારું વજન ઝડપથી ઘટી શકે છે.

Image Source

આવા જ વજન ઘટાડતા ડ્રાયફ્રૂટમાંનું એક ડ્રાયફ્રુટ છે પિસ્તા. જેનું નિયમિત સેવન કરવાથી ના માત્ર તમારું વજન ઘટશે. પરંતુ તે તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં પણ ખુબ જ ફાયદાકારક નિવળશે.

Image Source

પિસ્તા વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે કારણ કે પિસ્તાની અંદર ચારથી પણ ઓછી કેલેરી હોય છે. તેની સાથે જ પિસ્તાની અંદર એલ-આર્જીનીન હોય છે. જે આર્ટીજની પરતને વધારે લચીલી બનાવે છે. જેનાથી બ્લડ ફ્લોટીંગની સંભાવના ઓછી થઇ જાય છે. જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તો પિસ્તાની અંદર વિટામિન ઈ પણ હોય છે. જે શરીરને વધારે મજબૂત બનાવે છે.

Image Source

પિસ્તાની અંદર ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. ફાયબરના કારણે આપણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. જેના કારણે આપણે વધારે નથી ખાઈ શકતા અને ઓછું ખાવાની આદતથી આપણું વજન પણ નિયંત્રણમાં રહે છે. પિસ્તા વજનને નિયંત્રણમાં રાખે છે.

Image Source

પિસ્તાની અંદર ઘણા જ એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ હોય છ અને આ વિટામિન બી-6, પ્રોટીન, મિનરલ્સ જેવા કોપર અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. સંશોધનમાં એ માલુમ પડ્યું છે કે લોકો હજારો વર્ષોથી પિસ્તાનું સેવન કરી રહ્યા છે અને તે દરેક પ્રકારે આપણને ફાયદો પહોચાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.