સુરતના આ મોટા ગજાના બિલ્ડર અને હોટલના માલિકે પોતાના જ લમણે બંદૂક મૂકીને ગોળી મારી કરી લીધો આપઘાત, કારણ જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

આખરે શા કારણે સુરતના પૈસે ટકે સુખી પરિવારના આ વૃદ્ધ બિલ્ડરે પોતાને જ ગોળી મારીને કરી લીધો આપઘાત ? જાણો આખો મામલો

builder in surat ends his life: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, કોઈ આર્થિક તંગીના કારણે આપઘાત કરી રહ્યુ છે તો કોઈ વ્યાજખોરોના ત્રાસના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લે છે. તો ઘણા લોકો પારિવારિક ઝઘડાને લઈને પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એક ઘટના સુરત (surat) માંથી સામે આવી છે. જ્યાં એક મોટા ગજાના બિલ્ડર અને હોટલના માલિકે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પીપલોદ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા અને સુરતમાં જ આવેલી બ્લેક પીપર હોટલના માલિક અને જાણીતા બિલ્ડર એવા અરજણભાઈ મેણીયા છેલ્લા ઘણા સમયથી પેરાલીસીસની બીમારીથી પીડિત હતા. આ બીમારીથી કંટાળીને તેમણે ગત રોજ પોતાના જ ઘરમાં પોતાના લમણે ગોળી મારીને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 2 વર્ષ પહેલા અરજણભાઈને બ્રેઈન સ્ટોક આવ્યો હતો. ત્યારબાદ તેમને બોલવા અને ચાલવામાં તકલીફ પડી રહી હતી. છેલ્લા બે વર્ષથી તેઓ પથારીવશ હતા અને તેના કારણે જ તેઓ સતત માનસિક તણાવમાં પણ રહેતા હતા. આ બીમારીથી કંટાળીને જ તેમને આપઘાત કરી લેવાનું વિચાર્યું અને લોકરમાં મુકેલી રિવલોવર કાઢીને પોતાના જ લમણે ગોળી મારી જીવન ટૂંકાવ્યું.

આ મામલે અરજણભાઈના દીકરા ભરતભાઈએ મીડિયાને જણાવ્યું કે તેના પિતાએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું છે. તેમની રિવોલ્વર લોકરની અંદર મુકેલી હતી. પરંતુ તેમને સવારે ગમેતેમ કરી મેનેજ કરી લોકરમાંથી રિવોલ્વર કાઢીને આપઘાત કરી લીધો. ત્યારે પરિવારના મોભી એવા અરજણભાઈના આ રીતે આપઘાત બાદ આખો જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી પોતાના પિતાની સેવા કરતા દીકરાને પણ આઘાત લાગ્યો છે.

Niraj Patel