ધાર્મિક-દુનિયા

બજરંગબલી પર પીપળાના પાનની માળા અને આ વસ્તુ મંગળવારે ચઢાવો, પુરી થશે દરેક મનોકામના

આ કરવાથી લાખો લોકોની મનોકામના પૂર્ણ થઇ ગઈ,જાણો શું કરવાનું

ભગાવન હનુમાજીની પૂજાનો દિવસ મંગળવાર માનવામાં આવેલો છે. એક ખાસ પ્રકારની પૂજા કરવાથી બજરંગબલી પ્રસન્ન થવાની સાથે સાથે ભક્તોના જીવનની દરેક બાધાઓ દૂર કરી દે છે. હનુમાનજીને લાલ રંગ ખુબ જ પસંદ છે. તેના સિવાય બનારસી પાન પણ હનુમાનજીને ખુબ જ પ્રિય છે.

Image Source

માટે હનુમાનજીને પીપળાના પાનની માળા અને પીપળાનું પાન અર્પણ કરવું જોઈએ. મંગળવારે આ બંન્ને વસ્તુ ચઢાવવાથી તમારા દરેક કાર્યો પૂર્ણ થઇ જશે. આવો તો જણાવીએ કે કેવી રીતે કરવી આ ઉપાયથી પૂજા.

Image Source

પૂજાની તૈયારી આવી રીતે કરો:
મંગળવારના દિવસે સવારે બ્રહ્મ કાળમાં સ્નાન કરીને પીપળાના 11 પણ તોડી લો. ધ્યાન રાખો કે પાન એકદમ સ્વચ્છ અને પૂર્ણ હોવા જોઈએ, એટલે કે તેમાં કાણા કે ખંડિત પાન હોવા જોઈએ નહીં. જેના પછી સ્વચ્છ પાણીથી પાનને ધોઈ લો અને તેના પર કંકુ કે ચંદન લગાવી લો. પાન પર ‘શ્રીરામ’ લખીને તેની માળા બનાવી લો અને હનુમાનજીના મંદિરમાં જઈને માળાને અર્પણ કરી દો. આ સિવાય રસીલું પાન પણ હનુમાનજીને અર્પણ કરો.

Image Source

આવી રીતે બનાવો પાન:
ગુલકંદ, વરિયાળી, નારિયેળનું ખમણ અને સુમન કતરી પાનમાં નાખો, જેનાથી પાન રસીલું બની જશે. ધ્યાન રાખો કે ભુલથી પણ તેમાં ચૂનો, સોપારી કે તમાકુ ન ભેળવો. જીવનની દરેક સમસ્યાઓ આ પાન હનુમાનજીને અર્પણ કરવાથી દૂર થઇ જાય છે.

Image Source

આ ઉપાયથી પણ ભગવાનને પ્રસન્ન કરો.
હનુમાન ચાલીસાની સાથે બજરંગબાણ વાંચવાથી હનુમાનજીની કૃપા ભક્તો પર બની રહે છે. કેવડાનું અત્તર કે ગુલાબના ફૂલોની માળા મંગળવારે હનુમાનજીને મંદિરમાં સાંજના સમયે ચઢાવો. આ સિવાય મંગળવારે ગરીબ કન્યાઓને ચણાનાં લોટના લાડું કે હલવાનો ભોગ મંદિરમાં ચઢાવ્યા પછી ખવડાવો. પીપળાના ઝાડ પાસે દરેક મંગળવારે સાંજે દીવો કરવો જોઈએ અને નીચે બેસીને હનુમાન ચાલીસા બોલવી જોઈએ.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.