મનોરંજન

બલાની ખૂબસુરત લાગી બોલિવુડ હસીનાઓ, જાહ્નવીના કર્વી ફિગરે તો કિયારાના બોલ્ડ લુકે ખેંચ્યુ ધ્યાન…જુઓ સ્ટાઇલ આઇકોન એવોર્ડની તસવીરો

મુંબઈમાં 7 એપ્રિલ 2023ના રોજ જેડબ્લ્યૂ મેરિયટ મુંબઇ જૂહુમાં પિંકવિલા સ્ટાઇલ આઇકોલ એવોર્ડ્સ સેરેમની રાખવામાં આવી હતી. ગ્લોબલ મેગા લાઇફસ્ટાઇલ અને એન્ટરટેઇનમેન્ટ મીડિયા પિંકવિલાએ આ એવોર્ડ ફિલ્મ, ટેલિવિઝ અને ખેલ તેમજ ફેશનને સમ્માનિત કરવા માટે આયોજિત કર્યુ હતુ. આ ઇવેન્ટમાં બોલિવુડના લગભગ તમામ સ્ટાર્સે શાનદાર અવતારમાં એન્ટ્રી મારી હતી.

કિયારા અડવાણી, કાજોલ, શમિતા શેટ્ટી, અનન્યા પાંડેથી લઈને આયુષ્માન ખુરાના, અર્જુન કપૂર સહિત ઘણા સ્ટાર્સે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. બીજી તરફ ટીવી જગતના તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા અને સ્પોર્ટ્સ જગતની સાનિયા મિર્ઝા પણ અદભૂત લુકમાં જોવા મળ્યા હતા. ગ્લોબલ મેગા લાઈફસ્ટાઈલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મીડિયા પિંકવિલા સ્ટાઈલ આઈકોન એવોર્ડ્સમાં ગોવિંદા પણ પુત્ર અને પત્ની સુનિતા સાથે આવ્યા હતા.

આ ઇવેન્ટમાં અભિનેતાએ જોરદાર ડાન્સ કર્યો હતો. પિંકવિલા સ્ટાઇલ આઇકોન્સ 2023માં મહિપ કપૂર, ભાવના પાંડે, નીલમ કોઠારી અને સીમા સજદેહ પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તમામ અદભૂત લુકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી કિયારા અડવાણી પણ રેડ કલરના સિઝલિંગ હોટ ડ્રેસમાં જોવા મળી હતી.પિંકવિલા સ્ટાઇલ આઇકોનમાં સની લિયોન તેના પતિ સાથે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી.

સનીએ ગોલ્ડન કલરનું અદભૂત ગાઉન પહેર્યું હતું. તેમજ રાની મુખર્જી બ્લેક લોન્ગ ડીપનેક ગાઉનમાં જોવા મળી હતી. ત્યાં અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ બોલ્ડ લુકમાં પહોંચી હતી અને તેણે રાની મુખર્જી સાથે પોઝ પણ આપ્યો હતો. આ ઈવેન્ટમાં ખેલ જગતની સાનિયા મિર્ઝા ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. સ્ટાઈલ આઈકોન મૌની રોય પણ ફંક્શનમાં હોટનેસની જ્વાળા ફેલાવતી જોવા મળી હતી.

આ દરમિયાન મૌની સિલ્વર શિમરી ડ્રેસમાં જોવા મળી હતી. કાજોલ ફંક્શનમાં બ્લેક વેલ્વેટ ગાઉનમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે પેપરાજીને ઉગ્ર પોઝ આપ્યા હતા. એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસ અનન્યા પણ આ ઈવેન્ટમાં પોતાની સુંદરતા ફેલાવતી જોવા મળી હતી. જ્યારે પૂજા હેગડે ઓલ-વ્હાઈટ લુકમાં જોવા મળી હતી.

આ કાર્યક્રમમાં અભિનેતા અને ગાયક આયુષ્માન ખુરાના પણ અદભૂત લુકમાં જોવા મળ્યો હતો. ટીવી એક્ટર તેજસ્વી પ્રકાશે પણ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફિશ ડ્રેસમાં ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં બોના કપૂર સાથે અભિનેત્રી જાહ્નવી કપૂર પણ જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી પીળા રંગના સુંદર ડ્રેસમાં હોટ લાગી રહી હતી. ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી પણ તેના પતિ વિવેક સાથે જોવા મળી હતી.

આ દરમિયાન અભિનેત્રી ગોલ્ડન ચમકદાર ગાઉનમાં જોવા મળી હતી. ઈવેન્ટમાં ઈરફાન ખાનનો દીકરો બાબિલ તેની માતા સાથે ઇવેન્ટમાં સામેલ થયો હતો. આ દરમિયાન કેટરિના કૈફની બહેન ઈસાબેલ કૈફ પણ સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં જાહ્નવી કપૂર, નોરા ફતેહી અને અન્ય ઘણી હસીનાઓ પોતાના સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.