“તારક મહેતા”ના પિંકુએ પોતાને પૂરી રીતે કરી લીધો ટ્રાંસફોર્મ, હવે બની ગયા છે માચો મેન

તારક મહેતાનો પિંકુ બની ગયો છે એટલો હૈંડસમ કે તસવીરો જોતા જ છોકરીઓ થશે પાગલ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો જાણિતા છે.

દર્શકોએ શોમાં આવતી ટપૂ સેનાને મોટા થતા જોયા છે. આ ચાઇલ્ડ એક્ટર્સમાંનો જ એક છે પિંકુ એટલે કે અઝહર શેખ. પિંકુનો સ્ક્રીન સ્પેસ ભલે થોડો કમ હોય પરંતુ તેની ફેન ફોલોઇંગ કમ નથી. તારક મહેતા ફેમ પિંકુ એટલે કે અઝહર શેખ મોટો થઇ ગયો છે. બાળપણમાં તે જેટલો ક્યુટ લાગતો હતો હવે તે મોટો થઇને હૈંડસમ લાગવા લાગ્યો છે.

ફિઝીકલી પણ તેણે પૂરી રીતે ટ્રાંસફોર્મ કરી લીધુ છે. તેની ટ્રાંસફોર્મેશન જર્ની તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અઝહરની તસવીરો આ દિવસોમાં વાયરલ થઇ રહી છે. તેની સ્ટ્રોંગ બિલ્ટ જોઇ ચાહકો હેરાન છે. ચાહકો સમજી નથી શકતા કે ક્યુટ દેખાવનાર અઝહર આટલો ચેન્જ કેવી રીતે થઇ ગયો.

અઝહર શેખ જિમમાં ખૂબ સમય વીતાવી રહ્યો છે. અઝહર શેખ હેવી વેટ ટ્રેનિંગથી લઇને ફિટનેસ માટેની એક્સરસાઇઝ કરે છે. તેનું બોડી ટ્રાંસફોર્મેશન કમાલનું છે અને લોકોને ઘણુ પસંદ પણ આવી રહ્યુ છે. હવપે અઝહર શેખની એક તસવીર હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છ, જેમાં તે શર્ટલેસ જોવા મળી રહ્યો છે. લોકો તેની આ તસવીરની ખૂબ સરાહના કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, હિટ શો તારક મહેતાના ચાઇલ્ડ આર્ટિસ્ટને લોકો ખૂબ પસંદ કરે છે. બધા જ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ અવાર નવાર તેમની તસવીરો અને વીડિયો શેર કરતા રહેતા હોય છે. ચાહકો તેમની પોસ્ટને ઘણી પસંદ કરે છે. તે બધા ઇન્સ્ટાગ્રામ પર યઘણા પોપ્યુલર પણ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે.

 

View this post on Instagram

 

A post shared by Azhar Shaikh (@iamazharshaikh)

Shah Jina