દહીં લેવા માટે આ ડ્રાઈવરે રોકી દીધી આખી ટ્રેન જ, વીડિયો વાયરલ થવા ઉપર રેલ મંત્રીએ આપી કડક સજા, જુઓ વીડિયો

મોટાભાગના લોકોએ રેલવેમાં મુસાફરી કરી હશે અને મુસાફરી દરમિયાન એ પણ જોયું હશે કે ટ્રેન સ્ટેશન ઉપર ઉભી રહેશે કે પછી જો સિગ્નલ બંધ થયું હશે તો ઉભી રહેશે, અથવ તો કોઈ ઇમર્જન્સીમાં કોઈએ સાંકળ ખેંચી હોય ત્યારે ઉભી રહેશે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે કોઈના અંગત કામ માટે આખી ટ્રેન ઉભી રહી હોય ?

આવું આપણે ક્યારેય નહિ સાંભળ્યું હોય પરંતુ આ ઘટના બની છે. જેમાં ટ્રેનના ડ્રાઈવરે પોતાના અંગત કામ માટે આખી ટ્રેન ઉભી કરી દીધી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ઘટના આપણા દેશમાં નથી બની, પરંતુ આપણા દુશ્મન દેશ પાકિસ્તાનમાં બની છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ટ્રેનનો ડ્રાઈવરને દહીં ખાવાની ઈચ્છા થાય છે અને તેના આસિસ્ટન્ટને દહીં લેવા બજારમાં મોકલી દે છે જેના બાદ તે દહીં લઈને ચાલતો જોવા મળી રહ્યો છે, ચાલતા ચાલતા તે ટ્રેન સુધી જાય છે અને ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન જવા દે છે. આ વીડિયો વાયરલ થતા લોકો તેને ખરી ખોટી સંભળાવવા લાગી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પાકિસ્તાની મીડિયા ડોનના જણાવ્યા પ્રમાણે રેલ મંત્રી આઝમ ખાન સ્વાતિએ મંગળવારના રોજ વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા ડ્રાઈવર રાણા મોહમ્મદ સહજાદ અને તેના આસિસ્ટન્ટ ઇફ્તીયાદ હુસૈનને નોકરીમાંથી કાઢી મુક્યા છે. આ એક્શન સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ લેવામાં આવ્યો હતો.

Niraj Patel