પાકિસ્તાનના કરાચી શહેરમાં 22મે ના રોજ થેયલા પ્લેન ક્રેશની અંદર પાયલટની ભૂલ સામે આવી છે. પાકિસ્તાની ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર પાયલટને એસીટી દ્વારા આપવામાં આવેલ ત્રણ ચેતવણીઓ નજર અંદાજ કરવામાં આવી હતી. પાયલટ દ્વારા એસીટીના આદેશોનું પાલન કરવામાં ના આવ્યું હોવાના કારણે આ મોટી હોનારત સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પહેલી ચેતવણી:
પાઇલટને પહેલી ચેતવણી ત્યારે આપવામાં આવી હતી જયારે પ્લેન લાહોરથી કરાચી આવી રહ્યું હતું, કરાચી એરપોર્ટથી 15 નોટિકલ મિલ (27.78 કિલોમીટર) પ્લેન દૂર હતું ત્યારે પ્લેન 10 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. એટીસી દ્વારા પાઇલટને કહેવામાં આવ્યું કે પ્લેનની ઊંચાઈ 7 હજાર ફૂટ રાખે પરંતુ પાયલટ દ્વારા કહેવામાં આવ્યું કે તે આટલી ઊંચાઈથી સંતુષ્ટ છે.

બીજી ચેતવણી:
જયારે પ્લેન 10 નોટિકલ મિલ (18.52) કિલોમીટર દૂર હતું ત્યારે પ્લેનની ઊંચાઈ 7 હજાર ફિટ હતી, જયારે તેને 3 હજાર ફૂટની ઊંચાઈએ હોવું જોઈએ, જેના કારણે એટીસી દ્વારા બીજીવાર ચેતવણી આપવામાં આવી પરંતુ પાયલટ દ્વારા તે સંતુષ્ટ છે એમ જણાવી આ ચેતવણી પણ નજરઅંદાઝ કરી હતી.

ત્રીજી ચેતવણી:
જયારે પ્લેનને પહેલા પ્રયત્નમાં પાયલટ લેન્ડ ના કરાવી શક્યો ત્યારે તને ગોળ ચક્કર લગાવવાનું નક્કી જાતે જ કરી લીધું, આ દરમિયાન પ્લેનની ઊંચાઈ 1800 ફિટ હતી. એટીસી દ્વારા ત્રીજી વાર ચેતવણી આપવામાં આવી કે પ્લેનને 3 હજાર ફીટની ઊંચાઈએ લઇ જાય, અને ત્યારે પાયલટ દ્વારા કહેવામાં આવ્યું કે તે લઇ જવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ એ દરમિયાન જ પ્લેન ક્રેશ થઇ ગયું.

આ દુર્ઘટનામાં 97 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, માત્ર 2 લોકો જ બચી શક્યા હતા. આ ઘટના માટે પાયલટ દ્વારા ત્રણ ચેતવણીઓ નજર અંદાઝ કરવાનું કારણ હાલ સામે આવી રહ્યું છે.
Author: GujjuRocks Team