ખબર

ઘોર બેદરકારી: એર ઇન્ડિયાના પાયલોટને કોરોના હતો અને પ્લેન વિદેશ ઉપડી ગયું જેવી ખબર પડી કે તરત જ વિમાનમાં…જાણો વિગત

પાઇલોટ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ એર ઇન્ડિયાની દિલ્હીથી મોસ્કોની ફ્લાઇટ અડધા રસ્તે ફરીથી દિલ્હી લાવવામાં આવી છે. વાત એમ છે કે જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફને ખબર પડી કે વિમાનમાં સવાર પાઇલટોમાંથી એક પાયલટ કોરોના સંક્રમિત છે ત્યારે દિલ્હીથી મોસ્કોની ફ્લાઇટ અડધે રસ્તેથી પાછી ફરી હતી.

Image Source

વિમાન પાછા ફર્યા બાદ અધિકારીઓએ કહ્યું હતું કે ફ્લાઇટ પહેલા તપાસ રિપોર્ટમાં એક ભૂલ હતી, જે શરૂઆતમાં નેગેટિવ રૂપમાં વાંચવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટ દરમિયાન પાયલોટની તબિયત લથડતાં ફ્લાઇટને પાછી બોલાવવામાં આવી હતી. માહિતી અનુસાર, વંદે ભારત મિશન હેઠળ રશિયામાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે વિમાન દિલ્હીથી મોસ્કો રવાના થયું હતું. તેથી આ ફ્લાઇટમાં કોઈ મુસાફરો નહોતા.

પાયલોટના કોરોના સંક્રમિત હોવાની માહિતી મળતાની સાથે જ વિમાનને તાત્કાલિક પાછા ફરવાનું કહેવામાં આવ્યું. વિમાન શનિવારે બપોરે 12.30 વાગ્યે દિલ્હી પરત આવ્યું હતું. વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અન્ય એક વિમાન મોકલવામાં આવશે. આ સંદર્ભમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે એર ઇન્ડિયાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જોકે મોસ્કોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, મોસ્કોથી જયપુર વાયા દિલ્હીની ફ્લાઇટ ‘તકનીકી કારણો’ને કારણે મોડી પડી હતી. ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ સવારે 11.5 વાગ્યે ઉપડવાની હતી. તેમણે હજુ સુધી ફ્લાઇટ માટે કોઈ નવો સમય આપ્યો નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.