પાયલોટ પતિએ પોતાની પત્નીને ફલાઇટમાં આપી એવી ભેટ કે જોઈને પત્ની પણ થઇ ભાવુક, લોકોએ કહ્યું, “પતિ હોય તો આવો !” જુઓ વીડિયો

દરેક પતિ પોતાની પત્નીને ખુશ રાખવા માંગે છે અને પત્નીને ખુશ રાખવા માટે તે હંમેશા સરપ્રાઈઝ પણ પ્લાન કરતા હોય છે, સોશિયલ મીડિયામાં પતિના તેની પત્નીને સરપ્રાઈઝ આપવાના ઘણા બધા વીડિયો પણ તમે જોયા હશે, જેમાં પતિ દ્વારા સરપ્રાઈઝ મળતા જ પત્ની ખુબ જ ભાવુક થઇ જતી હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પોતાની પત્નીને ચોંકાવી દેવા માટે ઈન્ડિગોની ફ્લાઈટના પાયલોટે પ્લેનમાં હાજર તમામ મુસાફરોની સામે ખૂબ જ હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. જ્યારે તમામ મુસાફરો પ્લેનમાં પોતપોતાની સીટ પર બેઠા હતા ત્યારે કોકપીટમાં રહેલા પાયલોટે અચાનક એક જાહેરાત કરી હતી. ઈન્ડિગોના પાઈલટે તેની પત્ની માટે એક ખાસ જાહેરાત કરી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.

ઇન-ફ્લાઇટ જાહેરાતમાં, પાયલોટ અલનીઝ વિરાણીએ તેની પત્ની ઝેહરાને નામ આપીને તેમને આશ્ચર્યચકિત કર્યા કારણ કે તે એ જ વિમાનમાં મુંબઈ જવાની હતી. પેસેન્જરની સીટ પર બેસીને પાયલોટની પત્નીએ જાહેરાત દરમિયાન પ્રતિક્રિયાનો વીડિયો રેકોર્ડ કર્યો. અલ્નીઝને ફ્લાઈટ ઈન્ટરકોમ પર એમ કહેતા સાંભળી શકાય છે કે ‘હું આ તકનો લાભ લઈને એક ખાસ જાહેરાત કરી રહ્યો છું. આજે મને સ્પેશિયલ ફ્લાઈટ મળી છે. આ ફ્લાઈટમાં અમારી સાથે એક ખાસ પેસેન્જર છે.”

ઈન્ડિગોના પાયલોટે મુસાફરોને આગળ કહ્યું, ‘મને મારી પત્નીને મુંબઈ લઈ જવાનું સૌભાગ્ય મળ્યું છે. તે દરેક માટે નાની બાબત છે પરંતુ તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે. હું ફક્ત તમારા બધા સાથે ખુશીઓ વહેંચવા માંગુ છું, તેથી જ મેં આ જાહેરાત કરી છે.” ઝેહરાના ચહેરા પરનું સ્મિત વધતું જ ગયું કારણ કે તેણે તેના પતિની રોમેન્ટિક જાહેરાત સાંભળી, જે સંપૂર્ણપણે કલ્પના બહાર હતી. નેટીઝન્સે ઝહરાને અત્યાર સુધીની સૌથી નસીબદાર છોકરી ગણાવી હતી.

પતિના આ સરપ્રાઈઝ પછી ઝાહરાએ પોસ્ટમાં લખ્યું, “તમારી પત્ની બનવું એ મારું સૌથી મોટું વરદાન છે. મને ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરવી અને શું કહેવું. મારે ઘણું લખવું છે પણ મારી પાસે શબ્દો નથી. મારું હૃદય ઘણું ભરાઈ ગયું છે અને મને ખબર નથી કે મેં આ માણસને લાયક બનવા માટે મારા જીવનમાં શું કર્યું. હું ફરીથી કહીશ, તમારી પત્ની અલનીઝ હોવું એ મારો સૌથી મોટો આશીર્વાદ છે.”

Niraj Patel