ખબર

શોટ લાગ્યો તો માણસને રેતીમાં દાટી પરિવારે કર્યો દેશી જુગાડ, 5 કલાક બાદ જે પરિણામ મળ્યું એ જોઈને ચકિત થઇ જશો

આજના આ ટેક્નોલોજીના યુગમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવતા હોય છે. આ અંધ શ્રદ્ધાને કારણે ક્યારેક માણસનો જીવ પણ જતો રહે છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં સામે આવી છે, જેમાં એક વૃદ્ધને વીજળીનો કરન્ટ લાગતા તેને હોસ્પિટલ ખસેડવાને બદલે રેતીના ઢગલામાં રાખતા તેની મોત નીપજ્યું હતું.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના પીલીભીંત જિલ્લામાં એક શખ્સને કરંટ લાગ્યા બાદ તેના પરિવારજનોએ તેને હોસ્પિટલ ખસેડવાને બદલે તેને 5 કલાક સુધી રેતીમાં રાખતા તેનું મોત નીપજ્યું હતું. પીલીભીતના ગજરૌલા વિસ્તારના પિંડારા ગામના સરદાર જોગાસિંઘનું ખેતર છે. ખેતરમાં જ તેનું ઘર છે, તેના ઘરપરથી જ હાઇપરટેંશનની લાઈન છે. જોગ સિંહ જયારે ઘરની બહાર ઉભા હતા ત્યારે આ લાઈન તૂટી તેની માથે તને તેને કરંટ લાગ્યો હતો. અને સળગી ઉઠ્યા હતા.

તેના પરિવારજનોએ એવું હતું કે,જે કોઈ પણને શોટ લાગ્યો હોય તો તેને રેતીમાં રાખવાથી ઠીક થઇ જાય છે. તેથી તેને રેતીમાં હાથ અને મોઢું બહાર રહે તેમ રાખી રેતીમાં રાખી દીધા હતા.

જોગાસિંહને 5 કલાક સુધી તેના પરિવારજનો હાથ પગ મસળતા હતા. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.જોગાસિંઘના સંબંધીએ જણાવ્યું હતું કે, જોગાસિંહનું નોટ વીજળી વિભાગની બેદરકારીથી થયું છે. કારણકે તેનું ઘર 40 વર્ષ જૂનું છે. તેમ છતાં તેના ઘર પરથી હાઇપરટેંશનની લાઈન જતી હતી.

Image Source

પરિવારજનોએ દાવો કર્યો હતો કે,આ ઘટના બાદ તુરંત જ વીજળી અને પોલીસ વિભાગને જાણ કરી હતી. પરંતુ ના તો પોલીસ કે ના તો વીજળી વિભાગ દવારા સમયસર પહોંચ્યા હતા. પોલીસે વીજળી વિભાગ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જોગાસિંહના મોત મામલે ડોકટરે કહ્યું હતું કે, આ ઘટના ઘટયા બાદ તુરંત જ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોત તો તેનો જીવ બચાવી શકાય. પરંતુ સળગેલી હાલતમાં તેનો ઈલાજ કરવાની બદલે રેતીમાં રાખતા તેનું મોત નીપજ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks