ટ્રાફિક પોલીસકર્મીની માનવતાએ દિલ જીત્યા, તાર પર દોરામાં ફસાઈ ગયેલા કબૂતરને કાઢવા માટે કર્યું એવું કામ કે, વીડિયો જોઈને તમે પણ કરશો વાહ વાહ
સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો રોજ બરોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કહેવાનું મન થાય કે માણસાઈ હજુ પણ જીવે છે. ઘણા લોકો એવા હોય છે જે અબોલા જીવને બચાવવા માટે પોતાના જીવની બાજી પણ લગાવી દે છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ લોકો તેમને રિયલ હીરો કહેતા હોય છે.
થોડા દિવસ પહેલા જ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયો અને લોકોએ પતંગોની ભરપૂર મજા માણી. આ દરમિયાન ઘણા પક્ષીઓ પણ દોરીથી ઘવાયા હતા. તો ઝાડ અને વાયર પર અટવાયેલી દોરીમાં પણ ઘણા પક્ષીઓ ફસાઈ ગયા. આ દરમિયાન એક ટ્રાફિક પોલીસકર્મીનો વિડીયો સામે આવ્યો છે જે રોડ પર રહેલા વાયરલ પર દોરીથી ફસાયેલા એક કબૂતરને બચાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રાફિક પોલીસકર્મીને રોડની ઉપર તારમાં ફસાયેલું એક કબૂતર દેખાય છે કબૂતર દોરીના કારણે ફસાઈ ગયું છે, પરંતુ તેને બચાવવા માટે કોઈ વિકલ્પ નથી દેખાતો, એવામાં જ ત્યાં એક બસ આવતી દેખાય છે જેને ટ્રાફિક પોલીસકર્મી હાથ બતાવીને ઉભી રખાવે છે. બસ પણ ઉભી રહે છે.
View this post on Instagram
જેના બાદ ટ્રાફિક પોલીસકર્મી બસની ઉપર ચઢે છે અને કબૂતરને વાયરલ પરથી નીચે ઉતારી બસની નીચે ઉભેલા એક વ્યક્તિના હાથમાં આપે છે. જેના બાદ ટ્રાફિક પોલીસકર્મી અને ત્યાં હાજર એક વ્યક્તિ કબૂતરના પગમાં ફસાયેલા દોરા ખોલે છે અને તેને આઝાદ કરી દે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો જયપુરનો કહેવામાં આવી રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ પોલીસકર્મીની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.