પતંગના દોરાથી વીજળીના થાંભલા પર લટકી ગયેલા કબૂતરને બચાવવા માટે આ ભાઈએ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો… જુઓ વીડિયો

અબોલા જીવને બચાવવા માટે આ ભાઈએ લગાવી દીધી પોતાના જીવની બાજી, લાઈટના થાંભલા પર ચઢીને બચાવ્યો જીવ, વીડિયો જોઈને સલામ કરશો..

ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ વિષયોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ તથા હોય છે. ઘણા બધા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાવ. ઘણીવાર કેમેરામાં કેદ થયેલી કેટલીક ઘટનાઓ આપણા પણ દિલ જીતી લે છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

ઘણા લોકો એવા પણ હોય છે જે હંમેશા કોઈની મદદ કરવાનું વિચારતા હોય છે. ઘણીવાર તો અબોલા જીવને બચાવવા કેટલાક લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક કબૂતરનો જીવ બચાવવા પોતાનો જીવ પણ જોખમમાં મુકતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં એક કબૂતર ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરના વાયર પર સંપૂર્ણપણે ફસડાઈને ફફડતું જોવા મળે છે. કબૂતરની આવી હાલતમાં જોઈને એક વ્યક્તિ તરત જ ટ્રાન્સફોર્મરના પોલ પર ચઢી જાય છે અને પોતાના હાથથી કબૂતરને બચાવવાનો પ્રયાસ કરવા લાગે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કબૂતરનો પંજો વાયરમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે, ત્યારે જ વ્યક્તિ કોઈક રીતે કબૂતરના પંજામાં ફસાયેલા દોરાને કાપીને નીચે લાવે છે.

જેના બાદ આ વ્યક્તિ કબૂતરને પાણી આપે છે. તમે જોશો કે થોડી વાર પછી કબૂતર પોતાની મેળે ઉડવા લાગે છે. આ ઘટના ક્યાંની છે અને ક્યારની છે તેની પુષ્ટિ નથી થઇ. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો પણ કબૂતરનો જીવ બચાવવા વાળા વ્યક્તિની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel